________________
૪૮૨ આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ જ નારકી છે આમ માની લો ને ? તો તે વાત બરાબર નથી. કારણ કે તે દુઃખ દેવોના સુખના પ્રકર્ષની જેમ વધારે પ્રકર્ષવાળું નથી. /૧૮૯૯-૧૯૦oll
વિવેચન - નારકીના જીવોની સિદ્ધિ અનુમાન પ્રમાણ દ્વારા કરે છે. ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા કોઈક જીવો અવશ્ય છે (આ પ્રતિજ્ઞા). કારણ કે કર્મોનું ફળ હોવાથી (આ હેતુ છે) બાકીના તિર્યંચ-મનુષ્યોની જેમ (આ ઉદાહરણ સમજવું) જેમ જઘન્ય અને મધ્યમ પાપના ફળને ભોગવનાર થોડા દુઃખી અને ઘણા દુઃખી તિર્યંચો તથા મનુષ્યો આ સંસારમાં છે તેવી જ રીતે ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા કોઈક જીવો આ સંસારમાં અવશ્ય છે અને તે નારકી જીવો છે. તિર્યંચ અને મનુષ્યોમાં કેટલાક દુઃખી છે તે જેમ પાપફળને ભોગવનારા છે, તેની જેમ તેમનાથી વધારે પાપના ફળને ભોગવનારા અને વધારે દુઃખી કોઈક જીવો છે અને તે નારકી જીવો છે.
અકંપિત પંડિતજી - હે ભગવાન ! અહીં આવો પ્રશ્ન થવા સંભવિત છે કે આ સંસારમાં જે વધારેમાં વધારે દુઃખી તિર્યંચો અને મનુષ્યો છે. તે જ જીવો ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા છે અને તેથી તે અતિશય દુઃખી તિર્યો અને મનુષ્યોને જ નારકી શબ્દથી વાચ્ય સમજી લોને ? શા માટે ન દેખાતા એવા નારકી જીવો હશે આવી કલ્પના કરવી.
મનુષ્યલોકમાં જ જે વધારેમાં વધારે દુઃખી પશુ-પક્ષી અને મનુષ્યો છે તે જ નારકી છે. આમ જ માની લો ને ? અદષ્ટ વસ્તુની કલ્પના કરવા વડે સયું.
ભગવાન - તે આ પ્રશ્ન વ્યાજબી નથી. કારણ કે હે અકંપિત ! અતિશય દુઃખી એવા પણ તિર્યંચો અને મનુષ્યોનું જે દુઃખ છે તે દુઃખ જરૂર છે. પરંતુ તે દુઃખ ઉત્કૃષ્ટ નથી. જેમ દેવલોકના દેવોનું જે સુખ છે તે તિર્યચ-મનુષ્યોના સુખ કરતાં પ્રકર્ષવાળું (ઉત્કૃષ્ટ) છે. તેવું તિર્યચ-મનુષ્યોનું દુઃખ પ્રકર્ષવાળું (ઉત્કૃષ્ટ) નથી. કારણ કે ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયવાળાને જેમ ચારે બાજુનું ઉત્કૃષ્ટ સુખ હોય છે તેમ ઉત્કૃષ્ટ પાપના ઉદયવાળાને ઉત્કૃષ્ટ પાપફલ ભોગવવાનો સંભવ છે. તેથી તેવા જીવોને જેટલું સંભવે તેટલા સંભવ પ્રમાણે વધારેમાં વધારે દુઃખ હોવું જોઈએ. જ્યારે અતિશય દુઃખી તિર્યચ-મનુષ્યોને પણ ઉત્કૃષ્ટ દુઃખ દેખાતું નથી. કારણ કે અતિશય દુઃખી તિર્યચ-મનુષ્યોને પણ “પ્રકાશનું સુખ, વૃક્ષોની છાયાનું સુખ, શીતળ પવનનું સુખ, નદી, સરોવર અને કૂપ (કુવા) વગેરે જલાશયના પાણીનું સુખ દેખાય છે. અતિશય દુઃખી એવા પણ મનુષ્ય અને તિર્યંચોને ઉપરોક્ત સુખ અવશ્ય છે જ. માટે પ્રકૃષ્ટ દુઃખ અહીં નથી.