________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૬૭
આકાશપુષ્પ-ખરઝંગ વગેરે સર્વથા અસત્ છે. અર્થાત્ સર્વથા શૂન્ય છે. તે વસ્તુઓમાં આવા પ્રકારના સ્વભાવની કલ્પના ક્યારેય પણ કરવામાં આવતી નથી. તેથી જો “સ્વભાવ છે” આમ કલ્પના કરશો તો પણ શૂન્યતા રહેશે નહીં.
વળી હૃસ્વાદિને દીર્ધાદિની અને દીર્ધાદિને સ્વાદિની અપેક્ષા ભલે હો. તો પણ શૂન્યતાની સિદ્ધિ થતી નથી. પરંતુ વસ્તુની સત્તા (અસ્તિત્વ = હોવાપણું) જ સિદ્ધ થાય છે. આ વાત હવે પછીની ગાથામાં સમજાવે છે. ll૧૭૧all.
होजावेक्खाओ वा, विण्णाणं वाभिहाणमेत्तं वा । दीहं ति व हस्सं ति व न उ सत्ता सेसधम्मा वा ॥१७१४॥ (भवेदपेक्षातो वा विज्ञानं वाभिधानमात्रं वा । दीर्घमिति वा ह्रस्वमिति वा न तु सत्ता शेषधर्मा वा)
ગાથાર્થ - અથવા “આ હૃસ્વ છે, આ દીર્ઘ છે” આવું વિજ્ઞાન અને આવા વ્યવહારો ભલે અપેક્ષામાત્રથી હોય, પરંતુ અસ્તિત્વ અને શેષધર્મો અપેક્ષામાત્રથી સંભવતા નથી (સ્વતઃ સત્ છે.) I/૧૭૧૪ો
વિવેચન - જે વસ્તુઓ આ સંસારમાં સ્વયં સત્ હોય, સ્વયં અસ્તિત્વ ધરાવતી હોય, તેમાં જ “આ આનાથી હ્રસ્વ છે અને આ આનાથી દીર્ઘ છે” આવી અપેક્ષા રખાય છે. સ્વયં સત્ હોય તેમાં જ અપેક્ષાથી હ્રસ્વ-દીર્ધાદિનું જ્ઞાન અને હ્રસ્વ-દીર્ધાદિનો વ્યવહાર કરાય છે. જે સ્વયં સત્ નથી તે વસ્તુઓમાં અપેક્ષા કે અપેક્ષાથી થતું વિજ્ઞાન અને વ્યવહાર વગેરે કંઈ હોતાં નથી. આ રીતે જે વસ્તુઓની સત્તા એટલે કે વસ્તુઓનું અસ્તિત્વ સ્વયં હોય, તો જ પછી તેમાં હ્રસ્વ-દીર્ધાદિનું વિજ્ઞાન અને વ્યવહાર થાય છે. માટે હ્રસ્વદીર્ધાદિનું વિજ્ઞાન અને વ્યવહાર ભલે અપેક્ષાથી કરાતો હોય તો પણ વસ્તુની સત્તા અને વસ્તુમાં રહેલા રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પુગલના ધર્મો અને ચૈતન્ય, વીર્ય આદિ આત્માના ધર્મો, આ બધા ભાવો અપેક્ષામાત્રથી સિદ્ધ થતા નથી. તે સત્તા અને શેષધર્મો સ્વયં અસ્તિત્વ ધરાવે છે. જે વસ્તુ પોતે સ્વયં સત્ હોતી નથી. પોતાના ધર્મો જેમાં સ્વયં સત્ નથી. તેમાં અપેક્ષાથી કરાતા હુસ્વ-દીર્ઘત્યાદિ ધર્મોનું વિજ્ઞાન અને હ્રસ્વ-દીર્ઘત્યાદિ વ્યવહારો પણ કરાતા નથી. જેમકે આકાશપુષ્પાદિ સર્વથા સ્વયં અસત્ છે. તેથી તેવા પદાર્થોમાં હ્રસ્વ-દીર્ઘત્વાદિના આપેક્ષિક વ્યવહારો તથા તેનું જ્ઞાન પણ થતું નથી. માટે પદાર્થોનું અસ્તિત્વ = પદાર્થોની સત્તા સ્વયં પારિણામિક ભાવે જ છે. સત્તા અન્યની અપેક્ષાએ સંભવતી નથી તથા હૃસ્વત્વ-દીર્ઘત્વ-લઘુત્વ-ગુરુત્વ આવા ધર્મો ભલે પરસ્પર