________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૮૧ વિવેચન - જે ઘટસંબંધી અસ્તિત્વ છે એટલે કે જે ઘટીયસત્તા છે તે જ ઘટનો ધર્મ હોવાથી ઘટની સાથે અભિન્ન છે અને પટાદિથી ભિન્ન છે. એવી જ રીતે જે પટસંબંધી અસ્તિત્વ છે એટલે કે પટીયસત્તા છે તે પટનો જ ધર્મ હોવાથી પટની સાથે અભિન્ન છે અને ઘટાદિ ઈતરપદાર્થોથી ભિન્ન છે. પરંતુ સામાન્યથી “અસ્તિત્વ” માત્ર તો વ્યાપકધર્મ હોવાથી ઘટમાં પણ છે અને ઈતર એવા પટાદિમાં પણ છે. સર્વ પદાર્થોની સાથે અભિન્ન ભાવે તે કહેલ છે. તેથી “મસ્તીતિ કવો" = અહીં આ વસ્તુ છે આમ સામાન્ય અસ્તિત્વનું પ્રતિપાદન કર્યું છતે ઘટ પણ હોઈ શકે છે અને અઘટ ઘટ વિનાના પટાદિ) પદાર્થો પણ હોઈ શકે છે. અસ્તિત્વ એ વ્યાપક ધર્મ છે અને ઘટત્વ-અઘટવ એ વ્યાપ્ય ધર્મો છે. પરંતુ ઘટસત્તા ઘટમાં જ રહે છે. પટસત્તા પટમાં જ રહે છે. મઠસત્તા મઠમાં જ રહે છે. આમ અસ્તિત્વની આગળ વિશેષણ મૂકીને કરાયેલી વિશિષ્ટ એવી પોતપોતાની સત્તા પોતપોતાનામાં જ હોવાથી સર્વે પણ પદાર્થો પોતપોતાના સ્વરૂપે સત્ છે. જેમ “ટૂમઃ” આ વૃક્ષ છે આમ કહ્યું છતે આંબો પણ હોઈ શકે અને આંબાથી ભિન્ન લીંબડો આદિ પણ હોઈ શકે. કારણ કે વૃક્ષત્વ એ વ્યાપકધર્મ છે. જે ચૂત અને અચૂત એમ બન્નેમાં રહે છે.
પરંતુ “અદ: મત્યેવ" ઘટ છે જ. આમ જ કહેવાય, કારણ કે ઘટની સત્તા ઘટમાં છે જ. જેમાં પોતાની સત્તા પણ હોતી નથી તે આ સંસારમાં સંભવતા જ નથી. જેમકે આકાશપુષ્પાદિ. તેથી “ચૂતમ્” આ આંબો છે એમ કહ્યું છતે તે વૃક્ષ પણ છે જ. આમ સમજી લેવું જોઈએ. કારણ કે વૃક્ષ વિનાના પદાર્થોમાં ચૂતત્વ (આંબાપણું) ઘટતું નથી. જેમ વૃક્ષત્વ એ વ્યાપક ધર્મ છે અને ચૂતત્વ-અચૂતત્વ એ વ્યાપ્યધર્મ છે. તેવી જ રીતે સામાન્ય અસ્તિત્વ એ વ્યાપકધર્મ છે અને ઘટત-પત્ય વગેરે ધર્મો વ્યાપ્ય ધર્મો છે. આ રીતે વ્યાપ્ય-વ્યાપક સમજવાથી આ વાત સહેલાઈથી સમજાઈ જાય તેમ છે. બ્રાહ્મણ હોય છે તે નિયમો મનુષ્ય હોય છે. પરંતુ જે મનુષ્ય હોય છે તે નિયમા બ્રાહ્મણ હોય એવું બનતું નથી. પરંતુ બ્રાહ્મણ-અબ્રાહ્મણ એમ બન્ને હોય છે. તથા મનુષ્ય હોય છે તે નિયમો પંચેન્દ્રિય જ હોય છે. પરંતુ જે પંચેન્દ્રિય હોય છે તે મનુષ્ય જ હોય એવો નિયમ નથી. અર્થાત્ મનુષ્ય પણ હોય છે અને અમનુષ્ય (દેવાદિ) પણ હોય છે. આ ઉદાહરણોથી સમજાશે કે જે જે અતિ હોય છે તે તે ઘટ પણ હોય અને અઘટ પણ હોય. પરંતુ જે ઘટ હોય છે તે તો નિયમા અસ્તિસ્વરૂપ જ હોય છે.
આ રીતે ઘટીયસત્તા ઘટધર્મ હોવાથી ઘટથી અભિન્ન છે. પટીયસત્તા પટધર્મ હોવાથી પટથી અભિન્ન છે. અને સામાન્ય સત્તા એ સર્વ પદાર્થોનો ધર્મ હોવાથી સર્વત્ર વ્યાપક છે. આમ સર્વત્ર સમજવું. ll૧૭૨૪ો.