________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ભગવાનશ્રી મહાવીર પ્રભુ કહે છે કે ‘“તવેતદ્ ન'' = તે આ તમારો પ્રશ્ન બરાબર નથી. કારણ કે હમણાં જ પૂર્વે ૧૭૫૯ આદિ ગાથાઓમાં અમે કહ્યું છે કે શસ્ત્રોથી હણાયેલ ભૂતો નિર્જીવ હોય છે. તેથી જે ગૃહસ્થોએ પોતાના માટે આહાર-પાણી બનાવ્યાં હોય, જેમાં સાધુની કલ્પના ન કરી હોય તેવાં રંધાયેલાં આહાર-પાણી શસ્ત્રથી ઉપહત થવાથી નિર્જીવ બની ચૂકેલાં છે. સાધુ માટે કર્યાં નથી માટે મત, સાધુએ કરાવ્યાં નથી માટે અારિત અને સાધુએ તે શસ્રોપહતને સારાં માનીને અનુમોદ્યાં નથી તેથી અનુમોવિત એવાં આહાર-પાણી વગેરેનો ઉપભોગ કરવાથી (તેવાં આહાર-પાણી) વાપરવાથી સાધુમહાત્માઓ સારી રીતે સંયમ પાળી શકે છે. તથા સૂક્ષ્મનિગોદના જીવોના શરીરોની રચના પણ એવી જ હોય છે. તે હાલતાં-ચાલતાં બીજા જીવોથી હણાતા નથી.
૩૩૨
વળી આ લોક જીવોથી ઘનીભૂત છે એટલા માત્રથી કંઈ હિંસા થતી નથી. આપણે તે જીવોને શસ્ત્રોથી હણીએ જ હિંસા લાગે છે. રાજગૃહી કે પટ્ટણા જેવું કોઈક નગર ઘણા-ઘણા મનુષ્યોથી ઘનીભૂત હોય છે. તેથી કંઈ હિંસા થઈ જતી નથી પણ શસ્ત્રો કોઈને મારવામાં આવે તો જ હિંસાનો દોષ લાગે છે. ઘનીભૂતપણે જીવોનું હોવું તે હિંસાનું કારણ નથી, પણ શસ્ત્રોપહતતા એ હિંસાનું કારણ છે. માટે સાધુ સારી રીતે સંયમ આરાધી શકે છે. ૧૭૬૨॥
જીવોથી ભરચક ભરેલો જો આ લોક છે. તો તેમાં હાલતાં-ચાલતાં, વિહારાદિ કરતાં અવશ્ય જીવઘાત થાય જ છે. આ રીતે જીવોની હિંસા કરનારા સાધુને અહિંસક
કેમ મનાશે ? આવા પ્રશ્નનો ઉત્તર આપે છે
न य घायउत्ति हिंसो, नाघायंतोत्ति निच्छियमहिंसो ।
न विरलजीवमहिंसो, न य जीवघणं ति तो हिंसो ॥१७६३ ॥
अहणतो वि हु हिंसो, दुट्ठत्तणओ मओ अहिमरोव्व । वाहिंतो न वि हिंसो, सुद्धत्तणओ जहा विज्जो ॥१७६४॥ ( न च घातक इति हिंस्त्रो, नाघ्नन्निति निश्चितमहिंस्त्रः । न विरलजीवमहिंस्रो, न च जीवघनमिति ततो हिंस्रः ॥ अघ्नन्नपि खलु हिंस्त्रो, दुष्टत्वतो मतोऽभिमर इव । बाधमानो नापि हिंस्त्रः, शुद्धत्वतो यथा वैद्यः ॥ )