________________
૩૧૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
છે. પૃથ્વી-જલ-તેજ આ ત્રણ પ્રત્યક્ષથી, વાયુ પ્રત્યક્ષ અને અનુમાનથી, તથા આકાશ અનુમાનથી સિદ્ધ થાય છે. તેથી આ સંસારમાં પાંચે પણ ભૂતત્ત્વોનું અસ્તિત્વ છે. પણ હે વ્યક્તપંડિત ! શૂન્યતા નથી. ll૧૭૫oll
આ પ્રમાણે પાંચે ભૂતતત્ત્વોના અસ્તિત્વની સિદ્ધિ કરીને હવે આ વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે -
एवं पच्चक्खाइ पमाणसिद्धाइं सोम्म ! पडिवज । जीवसरीराहारोवओग धम्माइं भूयाइं ॥१७५१॥ ( एवं प्रत्यक्षादिप्रमाणसिद्धानि सौम्य ! प्रतिपद्यस्व । जीवशरीराधारोपयोगधर्माणि भूतानि ॥)
ગાથાર્થ - આ પ્રમાણે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ એવાં પાંચે ભૂતોને હે સૌમ્ય ! તમે સ્વીકારો, કે જે પાંચે ભૂતો જીવ અને શરીરના આધારભૂત છે અને ભિન્ન ભિન્ન પ્રકારે જીવ તથા શરીરના ઉપભોગમાં આવે તેવા ધર્મવાળાં આ ભૂતો છે. ll૧૭૫૧//
વિવેચન - આ પ્રમાણે પૃથ્વી-જલ-તેજ-વાયુ અને આકાશ આ પાંચ ભૂતતત્ત્વો છે. તેનું આ સંસારમાં નિયમા અસ્તિત્વ છે તથા આ પાંચે ભૂતતત્ત્વો પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી (તથા આગમ પ્રમાણથી પણ) સિદ્ધ થાય છે. તેથી પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ થયેલ આ પાંચે તત્ત્વોને હે સૌમ્ય ! તું સ્વીકાર.
તથા આ પાંચ ભૂતોમાંથી પ્રથમનાં ચાર ભૂતો જીવદ્રવ્યના આધારભૂત છે. અર્થાત્ સચેતન છે તથા પાંચે ભૂતો જીવને તથા સચેતન શરીરને ભિન્ન ભિન્ન પ્રકારે ઉપભોગના સાધનસ્વરૂપે છે. મકાન બનાવવા રૂપે માટી, અલંકાર રૂપે સોનું, રૂપું, હીરા માણેક, મોતી, ખોરાકરૂપે ધાન્ય, વનસ્પતિ ઈત્યાદિ રીતે પૃથ્વી ઉપભોગનું સાધન છે. જલપાન, વસ્ત્રોવન અને સ્નાનાદિરૂપે જલ ઉપભોગનું સાધન છે. રસોઈ બનાવવામાં અને પ્રકાશ આપવામાં અગ્નિ ઉપભોગનું સાધન છે. શરીરના સ્વાથ્યમાં તથા આકુળ-વ્યાકુલતા અને અરતિઉગ વગેરે દૂર કરવામાં વાયુ ઉપભોગનું સાધન છે. તથા ઘર બાંધવામાં, સ્થાન, ઉપવેશન, શયન આદિમાં આકાશ ઉપભોગનું સાધન છે. આ રીતે પાંચે ભૂતતત્ત્વ જીવના ઉપભોગનાં સાધનો છે. તથા પ્રથમનાં ચાર ભૂતતત્ત્વો જીવવાળાં અર્થાત્ સચેતન છે અને આકાશ નામનું ભૂતતત્ત્વ અચેતન છે.
પાંચમું આકાશદ્રવ્ય સદા અચેતન છે. પ્રથમનાં ચાર દ્રવ્યો જ્યાં સુધી શસ્ત્રોથી