________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૪૯ સર્વથા વસ્તુઓનો અભાવ હોતે છતે સ્વપ્નમાં પણ આ સંદેહ સંભવતો નથી. જાગૃત અવસ્થામાં હાથી જોયેલો છે, વૃક્ષ જોયેલું છે. બન્નેની કાયા વિશાળ, ઉંચાઈ વધારે અને કદ સ્થૂલ વગેરે સમાનધર્મોનો અનુભવ કરેલો છે. તેથી સમાનધર્મોના અનુભવના કારણે તે વિષયનું સ્મરણ થઈ આવતાં આ સંદેહ થાય છે. સ્વપ્નકાલ ઘરના ચોકમાં હાથી અથવા વૃક્ષ ન હોય એવું બને. પરંતુ સંસારમાં ક્યાંય હાથી કે વૃક્ષ ન હોય અને તેનો સર્વથા અભાવ જ હોય આવું બનતું નથી.
જેનો સર્વથા અભાવ જ હોય છે તેનું સ્વપ્ન પણ ક્યારેય આવતું નથી. જો આમ ન હોય અને સર્વથા જેનો અભાવ હોય તેનું પણ સ્વપ્ન આવતું હોય તો પાંચ ભૂતો જ પ્રસિદ્ધ છે. છઠું-સાતમું ભૂત પ્રસિદ્ધ નથી. તેથી છટ્ટા-સાતમા આદિ ભૂતોનો સર્વથા અભાવ જ છે. તો તેનો સંદેહ પણ ક્યારેક થવો જોઈએ. જેમ સ્વપ્નમાં સંદેહાત્મકભાવે દેખાતા હાથી અને મહાવૃક્ષનો તમે સર્વથા અભાવ માનો છો છતાં સંદેહ થાય છે એમ કહો છો તો છટ્ટા-સાતમા ભૂતોનો પણ અભાવ સમાન જ છે. બન્નેના અભાવમાં કોઈ વિશેષતા નથી. માટે તેનો પણ સ્વપ્નકાળમાં ક્યારેક પણ સંદેહ થવો જોઈએ.
પરંતુ જેનો સર્વથા અભાવ હોય છે તેવા છટ્ટા આદિ ભૂતોનો અને આકાશપુષ્પાદિનો ક્યારેય સંદેહ થતો નથી. કારણ કે આ જીવને પૂરેપૂરી ખાત્રી છે કે આ વસ્તુઓ જગતમાં નથી જ, આ વસ્તુઓનો સર્વથા અભાવ જ છે, અસત્ જ છે. તેથી જેનો જેનો સંદેહ થાય છે તે તે વસ્તુઓનો સર્વથા અભાવ નથી જ. તે વસ્તુઓ સર્વથા અસત્ નથી. ભલે તે ક્ષેત્રે અને તે કાલે ત્યાં હોય અથવા ન પણ હોય. પરંતુ અન્ય ક્ષેત્રે અને અન્ય કાલે તે હાથી અને તે મહાવૃક્ષ અવશ્ય છે જ. ચક્ષુથી સાક્ષાત્ જોયેલાં પણ છે અને નજરોનજર અનુભવેલાં પણ છે. તો જ તે તે વસ્તુના વિષયવાળાં સ્વપ્નો આવે છે. માટે હાથી-મહાવૃક્ષ-સ્થાણુ-પુરુષાદિ પદાર્થો સર્વથા અસત્ નથી જ. ll૧૭૦૨
પૂર્વદષ્ટ અને પૂર્વાનુભૂતાદિ નિમિત્ત વિના શું સ્વપ્ન પણ સંભવતું નથી ? અર્થાત્ જે સ્વપ્ન આવે છે તેમાં પણ આવાં નિમિત્તો શું સંભવે છે ? અશ્વમેતત્ = હા, આ એમ જ છે. સ્વપ્ન પણ આવા પ્રકારના નિમિત્તોથી જ આવે છે. આવા પ્રકારના નિમિત્તો વિના સ્વપ્ન પણ સંભવતાં નથી. તો અહીં પ્રશ્ન થાય છે કે આવા પ્રકારના સ્વપ્નનાં નિમિત્તો કયાં કયાં ? તે જણાવે છે -
अणुहूय-दिट्ठ-चिंतिय-सुय-पयइवियार-देवयाऽणूया । सिमिणस्स निमित्ताई, पुण्णं पावं च नाभावो ॥१७०३॥