________________
૨૧૨ ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ માનો તો ઉપરોક્ત ત્રણ દોષો ન આવે પરંતુ પ્રતીત્યવૃત્તિવિઘાત નામનો દોષ તમને લાગે. તેનો અર્થ આ પ્રમાણે છે - પ્રતિ = એટલે આશ્રયીને અને વૃત્તિ એટલે ઉત્પત્તિ, “કારણને આશ્રયીને કાર્યની ઉત્પત્તિ” થાય છે આમ બૌદ્ધ માને છે. પરંતુ કાર્યમાં કારણનો અન્વય હોતો નથી. કાર્યકાલે કારણ વિદ્યમાન રહેતું નથી. અર્થાત્ કારણનો (પૂર્વક્ષણનો) સર્વથા નાશ થયા પછી જ કાર્યની (ઉત્તર ક્ષણની) ઉત્પત્તિ થાય છે આમ બૌદ્ધ માને છે. કારણ કે તે ક્ષણિકવાદી છે. તેથી મૃતિંડ પૂર્વેક્ષણવર્તી છે. ઘટોત્પત્તિ ઉત્તરક્ષણવર્તી છે પરંતુ બધું જ ક્ષણિક હોવાથી ઉત્તરક્ષણમાં થતી ઘટોત્પત્તિમાં પૂર્વેક્ષણવર્તી મૃર્લિંડનો અન્વય નથી. મૃતિંડના નાશથી જ ઘટ બન્યો છે. તેથી ઘટોત્પત્તિકાલે મૃતિંડ છે જ નહી, આમ બૌદ્ધ માને છે. તેને “પ્રતીત્યવૃત્તિ” કહેવાય છે. આ માન્યતાનો વિઘાત થાય છે. એટલે કે પોતાની માન્યતાનો જ વિનાશ થાય છે. સ્વપ્રતિજ્ઞાભંગ દોષ લાગે છે. કારણ કે કારણના નાશને આશ્રયી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. પણ કારણ પોતે આગલા સમયમાં કાર્યસ્વરૂપે પરિણામ પામે છે એમ બનતું નથી અને જો આમ ન જ બનતું હોય તો અતીતકાલમાં અનુભવેલા વિષયોનું સ્મરણ, લેવડ-દેવડના વ્યવહારો વગેરેનો વિચ્છેદ થાય
આ સ્મરણ-ક્રય-વિક્રય આદિના વ્યવહારોની પ્રવૃત્તિ તો જ સંભવે જો અતીતાદિકાલમાં કરેલા અનેક પ્રકારના અનુભવોના સંકેત આદિના વિષયોવાળું જ્ઞાન, અને તેના આશ્રયવાળો આત્મા સ્થિરપણે સ્વીકારાય અને તે એક જ આત્મા તેવા તેવા વિજ્ઞાનાત્મકપણે પરિણામ પામવાથી અન્વયી ધ્રુવ છે. આ પ્રમાણે જો સ્વીકારાય તો જ ઉપરોક્ત વ્યવહારો સંભવે. હવે જો આત્મા ધ્રુવ છે આમ સ્વીકારો તો તમે જે માનેલું કે “કારણને આશ્રયીને જ કાર્યની ઉત્પત્તિ થાય છે. પણ કારણ કાર્યકાલે અન્વય પામતું નથી” તે વાતનો એટલે કે “પ્રતીત્યવૃત્તિ” વાળી વાતનો વ્યાઘાત આવે. ગમે તેમ અસ્ત-વ્યસ્ત તત્ત્વ સ્વીકારવામાં ઉપરના દોષો આવે છે.
પ્રશ્ન - જો વિજ્ઞાનને ક્ષણવિનાશી માનીએ તો આ સઘળા દોષો આવે છે તો શું માનીએ તો આ સઘળા દોષો ન આવે ?
ઉત્તર - આ પ્રશ્ન ઘણો જ સારો કર્યો. હવે કંઈક સાચું તત્ત્વ સમજવાની વૃત્તિવાળા તમે થયા. સાંભળો, અમે જૈનદર્શનકારોએ જેવું જીવતત્ત્વ (આત્મદ્રવ્ય) સ્વીકાર્યું છે. તેવું જો જીવદ્રવ્ય તમારા વડે સ્વીકારાય તો ઉપરનો એકપણ દોષ ન લાગે.
પ્રશ્ન - તમે જૈનોએ એવો તે કેવો આત્મા માન્યો છે કે જે માન્યતામાં એક પણ દોષ ન આવે અને અમારી માન્યતામાં ઘણા દોષો આવે ?
ઉત્તર - હે શિષ્ય ! તમે સાંભળો, અમે જૈનોએ આત્મદ્રવ્ય આવા પ્રકારનું માન્યું