________________
૧૮૩
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ सव्वेदिउवलद्धाणुसरणओ तदहिओऽणुमंतव्वो । जह पंचभिन्नविन्नाणपुरिसविन्नाणसंपन्नो ॥१६६०॥ (सर्वेन्द्रियोपलब्धानुस्मरणतस्तदधिकोऽनुमन्तव्यः ।
યથા પસ્ચમનવિજ્ઞાન-પુરુષવિજ્ઞાનસપુનઃ II)
ગાથાર્થ - જેમ રૂપ-રસાદિ પાંચે ભિન્ન ભિન્ન વિષયના વિજ્ઞાનવાળા પાંચ પુરુષો કરતાં પાંચેના વિષયને જાણનારો એક પુરુષ ભિન્ન છે. તે જ રીતે સર્વ ઈન્દ્રિયો દ્વારા જાણેલા જુદા જુદા વિષયોનું અનુસ્મરણ કરનારું તત્ત્વ એક હોવાથી (એ) તત્ત્વ ઈન્દ્રિયોથી ભિન્ન જાણવું. ll૧૬૬oll
વિવેચન - જો ઈન્દ્રિયોને જ જાણનારી કહીએ તો તે પાંચે ઈન્દ્રિયો અનુક્રમે સ્પર્શરસ-ગંધ-રૂપ અને શબ્દને એમ એક એક વિષયને જ માત્ર જાણનારી (જાણવામાં સહાયક) છે. જ્યારે તે પાંચે ઈન્દ્રિયો દ્વારા જાણેલા પાંચ વિષયોનું અનુસ્મરણ કરનાર આ આત્મા છે. તેથી પણ આ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે.
જેમ કોઈ પાંચ પુરુષો હોય કે જેમાંના એક-એક પુરુષને એક-એક વિષય જાણવાની તીવ્ર ઈચ્છા હોય, પોતાની ઈચ્છાના વશથી કોઈએ સ્પર્શને જાણવાની કલામાં નિપુણતા મેળવી. કોઈએ પોતાની પ્રબળ ઈચ્છાના વશથી રસને જાણવાની કલામાં નિપુણતા મેળવી. એમ પાંચે પુરુષોએ એક એક વિષયને જાણવાની કલામાં પોતાની ઈચ્છાને અનુસાર નિપુણતા પ્રાપ્ત કરી, તે પાંચે એક-એક વિષયના વિજ્ઞાનમાં નિષ્ણાત હોવા છતાં પણ બાકીના ચાર વિષયો જાણવામાં તેઓ અજ્ઞાની છે. જ્યારે છટ્ટો એક પુરુષ એવો છે કે જેણે પોતાની ઈચ્છાની તીવ્રતાથી પાંચ વિષયોને જાણવાની કલામાં નિપુણતા મેળવી. તો ઉદાહરણમાં જેમ એક-એક વિષયના વિજ્ઞાનવાળા પાંચ પુરુષો કરતાં પાંચે વિષયના વિજ્ઞાનવાળો છઠ્ઠો પુરુષ ભિન્ન છે. તેવી રીતે પાંચે ઈન્દ્રિયો માત્ર એક એક વિષયની જ ઉપલબ્ધિવાળી છે જ્યારે અંદર રહેલો આત્મા પાંચ વિષયોનું જ્ઞાન ધરાવે છે. જાણેલા પાંચ વિષયોનું અનુસ્મરણ પણ કરે છે તેથી પાંચ ઈન્દ્રિયો કરતાં આત્મા એ ભિન્ન દ્રવ્ય છે.
ઉપરોક્ત વાતનો ભાવાર્થ એવો છે કે જે પાંચ સાધન વડે જણાયેલા એક એક વિષયોમાંના પાંચ વિષયોનું અનુસ્મરણ કરનારો જો એક જ વ્યક્તિ હોય તો તે એક વ્યક્તિ પાંચ સાધનોથી ભિન્ન છે એમ માનવું જોઈએ. જેમકે પોતપોતાની ઈચ્છાનુસાર