________________
૧૫૨ બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ નહીં. એટલે તેના તે જ દોષો આવશે અને જો આ બીજા ઈશ્વરને પણ શરીરવાળા માનશો તો તેમના પોતાના શરીરની રચના કરવામાં પણ તુલ્યતા જ આવશે. એટલે કે તેના તે જ પ્રશ્નો ઉભા થશે. અર્થાત્ જો તે બીજા ઈશ્વર કર્મ વિનાના છે તો ઉપકરણભૂત કર્મ ન હોવાથી પોતાનું શરીર પણ બનાવી શકે નહીં તો પ્રથમ ઈશ્વરનું શરીર તે કેવી રીતે બનાવે ? ઈત્યાદિ પ્રશ્નો આવશે.
હવે જો એવો બચાવ કરવામાં આવે કે બીજા ઈશ્વર ઉપકરણભૂત કર્મ વિનાના અકર્યા છે. એટલે પોતે પોતાનું શરીર નથી બનાવતા, પણ ત્રીજા ઈશ્વર બીજા ઈશ્વરનું શરીર બનાવી આપે છે અને શરીર બન્યા પછી ચેષ્ટા અને ક્રિયાવાળા થવાથી તે બીજા ઈશ્વર પ્રથમ ઈશ્વરનું શરીર બનાવી આપે છે. ત્યારબાદ પ્રથમ ઈશ્વર સંસારી જીવોનાં શરીરો બનાવે છે. આમ માનીએ તો શું દોષ ?
ઉત્તર - અહીં પણ આના આ જ પ્રશ્ન આવશે કે તે ત્રીજા ઈશ્વરનું શરીર કોણ બનાવશે ? પોતે તો કર્મ વિનાના હોવાથી પોતે પોતાનું શરીર બનાવી શકે નહીં એટલે ચોથા ઈશ્વર માનવા પડે અને ચોથા ઈશ્વરનું શરીર બનાવવા પાંચમા ઈશ્વર માનવા પડે. આમ અનવસ્થા દોષ આવશે અને આવી ઈશ્વરોની પરંપરા માનવી તે અયુક્ત છે. તેથી શદ્ધ ઈશ્વર પણ કર્મરહિત હોવાથી ઉપકરણ વિનાના છે. માટે દંડ-ચક્રાદિ વિનાના કુંભારની જેમ સંસારી જીવોના શરીરની રચનાના અકર્તા છે. પરંતુ કર્મ છે બીજો મિત્ર સાથે જેને એવો સંસારી જીવ પોતે જ પોતાના શરીરનો કર્યા છે, જીવ કર્તા છે અને કર્મ એ ઉપકરણ છે.
વળી ઈશ્વર જો સંસારી જીવોનાં શરીરોની રચના કરતા હોય તો એક પ્રશ્ન એ પણ થાય છે કે સંસારી જીવોને આવા પ્રકારનાં ભિન્ન ભિન્ન આકૃતિવાળા, રોગવાળા અને રોગ વિનાના શરીરો બનાવવાની પાછળ ઈશ્વરને કંઈ પ્રયોજન છે કે વિના પ્રયોજને બાલચેષ્ટા જ કરે છે. અર્થાત્ આવા પ્રકારની શરીર રચના કરવામાં કોઈના ઉપર રાગ, કોઈના ઉપર દ્વેષ રાખીને સુખ-દુઃખ આપવાની બુદ્ધિથી અને તેના દ્વારા આનંદ માનવાની મનોવૃત્તિથી શરીરો બનાવી આપે છે કે નિરર્થક ચેષ્ટા માત્ર જ કરે છે ? હવે જો નિરર્થક બાલચેષ્ટા જ માત્ર હોય તો પ્રયોજન વિના સુખી અને દુઃખી, રોગી અને નિરોગી શરીરોને બનાવતા ઈશ્વર ઉન્માદી જેવા જ (દારૂડીયાની જેવા નિષ્ફળ ચેષ્ટા કરનારા) કહેવાશે. ઈશ્વર જેવી ઊંચી પદવી પ્રાપ્ત કરીને બાલચેષ્ટા કે દારૂડીયાની જેમ નિરર્થક અવિવેકવાળી ચેષ્ટા કરે તે યુક્તિસંગત નથી અને કંઈ ને કંઈ પ્રયોજનથી જો ઈશ્વર આ શરીરો બનાવતા હોય તો હજુ તેમને પણ આવાં પ્રયોજનો બાકી છે. માટે સંપૂર્ણ ઈશ્વર બન્યા નથી અર્થાત્