________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
कह सव्वण्णुत्ति मई, जेणाहं सव्वसंसयच्छेई ।
पुच्छसु व जं न जाणसि, जेण व ते पच्चओ होजा ॥१५७९ ॥
ગણધરવાદ
( कथं सर्वज्ञ इति मतिर्येनाहं सर्वसंशयच्छेदी ।
पृच्छ वा यद् न जानासि येन वा ते प्रत्ययो भवेत् ॥ )
૬૩
ગાથાર્થ - તમે સર્વજ્ઞ છો એમ હું કેમ માનું ? આવી તમારી બુદ્ધિ થતી હોય તો હું તમારા સર્વસંશયને છેદનારો છું અથવા પૂછો, તમે જે ન જાણતા હો તે, જેનાથી તમને મારા પ્રત્યે સર્વજ્ઞપણાનો વિશ્વાસ થાય. ૧૫૭૯॥
વિવેચન - હે ઈન્દ્રભૂતિ ગૌતમ ! કદાચ તમારા મનમાં આવા પ્રકારની શંકા હોય કે “તમે સર્વજ્ઞ છો” આવા પ્રકારનું હું કેમ માની લઉં ? મને તમારા પ્રત્યે સર્વજ્ઞપણાનો વિશ્વાસ કેમ થાય ? તમારામાં પણ ભય-રાગ-દ્વેષ અને અજ્ઞાનતા કદાચ હોય, તે ચારે કારણોનો અભાવ જ હોય એવું નહીં, આમ પણ કેમ ન બને ? હે ઈન્દ્રભૂતિ ! તમે મનમાં ને મનમાં આમ વિચારો છો. પરંતુ તમારા આવા પ્રકારના વિચારો મિથ્યા છે. કારણ કે હું સર્વ સંશયને છેદનારો છું અને જે સર્વ સંશયને છેદે છે તે અવશ્ય સર્વજ્ઞ જ હોય છે. સર્વજ્ઞ વિના સર્વ સંશય છેદાતા જ નથી. અહીં હાલ બીજા કોઈ સર્વજ્ઞ વિદ્યમાન નથી. તેથી હું તમને સર્વજ્ઞનું દૃષ્ટાન્ત આપતો નથી. પણ જે સર્વજ્ઞ હોય છે તે સર્વ સંશયને છેદનાર હોય છે તે વાત સર્વથા સત્ય છે.
પ્રશ્ન
પરંતુ બીજા કોઈ સર્વજ્ઞ જણાતા નથી તેથી ઉદાહરણના અભાવે જે જે સર્વજ્ઞ હોય તે તે સર્વસંશય છેદી જ હોય આવી અન્વય વ્યાપ્તિ થતી નથી અને અન્વયવ્યાપ્તિ ન થવાથી આ હેતુ સાચો જ હશે એમ વિશ્વાસ કેમ બેસે ? કારણ કે અન્વયવ્યાપ્તિ અને અન્વય ઉદાહરણ વિના આ હેતુ ન્યાયશાસ્ત્રની નીતિ-રીતિ પ્રમાણે અનૈકાન્તિક અર્થાત્ વ્યભિચારી હેતુ કહેવાય, તેનાથી સાધ્યની સિદ્ધિ ન થાય.
-
ઉત્તર - હે ઈન્દ્રભૂતિ ! તમારી આ વાત બરાબર નથી. અન્વય દૃષ્ટાન્ત ભલે ન મળે, પણ વ્યતિરેકવ્યપ્તિથી સાધ્યની સિદ્ધિ થાય છે. જે જે સર્વજ્ઞ હોતા નથી તે તે સર્વસંશયને છેદનારા પણ હોતા જ નથી. જેમકે ગામના સાધારણ લોકો. આ પ્રમાણે સર્વજ્ઞતા વિના સર્વસંશયના છેતૃત્વની જે અનુપપત્તિ છે તે જ વિપરીતમાં બાધક એવું સાધ્યનું સાધકપ્રમાણ છે. જેમકે ‘સિદ્ધા અનન્તમુલવન્તઃ, ધર્મરહિતત્વાત્'' સિદ્ધભગવન્તો અનંત સુખવાળા છે. કર્મ વિનાના હોવાથી, આ અનુમાનમાં અન્વયદૃષ્ટાન્ત નથી તો પણ વ્યતિરેકવ્યાપ્તિથી સાધ્યસિદ્ધિ થાય જ છે. જે જે અનંતસુખવાળા નથી તે તે જીવો