________________
ગણધરવાદ
૭૧
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ તથા કોઈ જીવ ક્યારેય પણ કર્મોના બંધનથી મુક્ત થયેલો ઘટશે નહીં. કારણ કે સર્વ જીવોનો એક જીવ માનવાથી અને તેમાં અનંતા-અનંત જીવો તો કર્મોથી બંધાયેલા જ છે. માત્ર અનંતમો ભાગ જ મુક્ત છે. તેથી ઘણો ભાગ બદ્ધ અને અલ્પભાગ જ મુક્ત છે. તેથી બદ્ધ જ કહેવાશે, મુક્ત કહેવાશે નહીં. જેમ યજ્ઞદત્ત નામનો કોઈ પુરુષ શરીરના સર્વ અંગોમાં સાંકળ-દોરડા આદિથી ધારો કે બંધાયેલો હોય અને આંગળીનો એક ભાગ જ મુક્ત હોય તો તે બદ્ધ જ કહેવાય છે, મુક્ત કહેવાતો નથી. તેમ સમગ્ર લોકવ્યાપી માનેલા આ એક જીવનો બહુભાગ બદ્ધ અને અલ્પભાગ મુક્ત થવાથી તે જીવ બદ્ધ જ કહેવાશે, મુક્ત બનશે જ નહીં.
આ રીતે એક જ જીવ માનવાથી સુખીપણું-મુક્તપણે ઈત્યાદિ ભાવો ન ઘટતા હોવાથી આખા સંસારમાં એક જીવ છે આ વાત બરાબર નથી. જીવોનું નાનાવિધપણું છે તે જ વાત બરાબર છે. માટે અનંત-અનંત જીવો છે આ વાત સિદ્ધ થાય છે. ll૧૫૮પી.
जीवो तणुमेत्तत्थो, जह कुम्भो तग्गुणोवलंभाओ । अहवाऽणुवलम्भाओ, भिन्नम्मि घडे पडस्सेव ॥१५८६॥ (जीवस्तनुमात्रस्थो यथा, कुम्भस्तद्गुणोपलम्भात् ।
अथवाऽनुपलम्भाद्, भिन्ने घटे पटस्येव ॥)
ગાથાર્થ - જીવ શરીરમાત્રમાં જ રહેનારો છે. ત્યાં જ તેના ગુણો દેખાતા હોવાથી કુંભની જેમ, અથવા ભિન્ન એવા ઘટમાં જેમ પટનો અભાવ હોય છે તેમ શરીર બહાર
જીવના ગુણોનો અનુપલંભ છે, તેથી શરીર બહાર વિવક્ષિત જીવનો અભાવ જ છે. //૧૫૮૬ /
વિવેચન - સર્વ જીવોનો એક જ જીવ છે. સઘળુંય આ વિશ્વ એક બ્રહ્મારૂપ જ માત્ર છે. સર્વત્ર બ્રહ્માત્મા જ છે. બ્રહ્માથી ભિન્ન બીજો કોઈ આત્મા છે જ નહીં. આવા પ્રકારનો વેદાન્તદર્શનનો જે મત હતો તેનું ખંડન કરીને અનેક જીવો છે. અનંત જીવોથી આ સંસાર ભરેલો છે તે સમજાવ્યું. વેદાન્તદર્શનનું ખંડન પૂર્ણ થયું.
હવે તૈયાયિક અને વૈશેષિક દર્શનકારો કહે છે કે હે જૈન ! વેદાન્તદર્શનનું તમે ખંડન કર્યું તે સારું કર્યું. કારણ કે અનંત જીવો આ સંસારમાં છે જ, તે સઘળાનો અપલાપ કરીને એક જ જીવ છે આમ કેમ મનાય ? માટે વેદાન્તદર્શનની આ માન્યતા મિથ્યા હતી, તેનું તમે નિરસન કર્યું તે બહુ સારું જ થયું.