________________
૫૪
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ હોવો જોઈએ. કારણ કે તમે તે પાંચમાનો નિષેધ કરો છો. માટે પાંચમો પ્રકાર પણ હોવો જોઈએ આવો અર્થ થશે. તેથી તમારી આ વાત સંગત લાગતી નથી.
ઉત્તર - હે ગૌતમ ! તમારી આ વાત અયુક્ત (અનુચિત) છે કારણ કે જેમ મોતીમાં ઘટપ્રમાણતાનો (ઘડા જેવી સ્કૂલતાનો) નિષેધ કરાય છે તેમ તમારામાં ત્રિલોકની ઈશ્વરતાનો નિષેધ કરાય છે. આમ વિશેષનો જ નિષેધ કરાય છે. તમારા પોતાના ૫00 શિષ્યોની અપેક્ષાએ તમારામાં પણ ઈશ્વરતા અવશ્ય છે જ. તમારામાં સર્વથા ઈશ્વરતાનો નિષેધ કરાતો નથી. માત્ર આવા પ્રકારની વિશેષ ઈશ્વરતા નથી એમ વિશેષનો જ નિષેધ કરાય છે. તેવી જ રીતે નિષેધના પ્રકારોમાં પણ “પંચસંખ્યા વિશિષ્ટત્વ” નો જ નિષેધ કરાય છે. સર્વથા પ્રતિષેધનો અભાવ જણાવાતો નથી. કારણ કે ચારની સંખ્યાથી વિશિષ્ટ એવો નિષેધ તો આ સંસારમાં છે જ. માટે જેમ મોતીમાં ઘટના જેવી સ્કૂલતા જ નિષેધાય છે. તેમ નિષેધના પ્રકારોમાં પણ “પંચસંખ્યા” રૂપ વિશેષનો જ નિષેધ કરાય છે.
પ્રશ્ન - હે ભગવાન્ ! તમારી ઉપર કહેલી સઘળી પણ વાત સંબંધ વિનાની લાગે છે. યુક્તિ વિનાની હોય એમ જણાય છે. તમે કહો છો કે આ સંસારમાં જે હોય છે (સત્ હોય છે, તેનો જ નિષેધ કરાય છે અને અમને “જે ન હોય (સત્ હોય) તેનો જ નિષેધ દેખાય છે.” તેથી તમારી વાત ખોટી લાગે છે. જેમકે (૧) મારામાં ત્રણ લોકની ઈશ્વરતા નથી (અસત્ છે) તો જ નિષેધ કરાય છે. (૨) નિષેધમાં પણ પાંચની સંખ્યા વિશેષ નથી (મસત્ છે) તો જ નિષેધ કરાય છે. તથા (૩) ઘરમાં દેવદત્તનો સંયોગ નથી (મસત્ છે) તો જ નિષેધ કરાય છે. (૪) ખરના મસ્તક ઉપર વિષાણનો સમવાય (ઉપાદાનતા) નથી (મસત્ છે) તો જ નિષેધ કરાય છે. (૫) અન્ય ચંદ્રમા નથી તો જ નિષેધ કરાય છે. (૬) મોતીમાં ઘટપ્રમાણતા નથી તો જ નિષેધ કરાય છે ઈત્યાદિ સર્વસ્થાનોમાં જે નથી હોતું તેનો જ નિષેધ દેખાય છે. તેથી તમે જે એમ સમજાવો છો કે “જેનો નિષેધ કરાય છે તે હોય જ છે.” આ વાત હંબક (ખોટી) લાગે છે.
ઉત્તર - હે ગૌતમ ! તમારી વાત બરાબર નથી. અમારી કહેલી વાતનો ભાવાર્થ હજુ તમે સમજ્યા નથી. જે વસ્તુનો જ્યાં નિષેધ કરાય છે તે વસ્તુ ત્યાં હોય જ છે એમ અમે નથી કહેતા, જો ત્યાં તે વસ્તુ હોત તો તો નિષેધ જ ન કરાત. પરંતુ જે વસ્તુનો
જ્યાં નિષેધ કરાય છે તે વસ્તુ ત્યાં ભલે નથી પરંતુ અન્યત્ર અવશ્ય હોય જ છે. એમ અર્થાન્તરમાં અસ્તિત્વ અમે સમજાવીએ છીએ. જેનો જેનો નિષેધ કરાય છે તે તે પદાર્થ ત્યાં અવશ્ય નથી જ, પરંતુ અન્યત્ર છે જ, સંસારમાં સર્વથા નથી એમ નહીં. આવું વસ્તુસ્વરૂપ છે અને અમે તેવું જ વસ્તુસ્વરૂપ સમજાવીએ છીએ. જે સંયોગ-સમવાય