Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 13
________________ દ્રૌપદીસ્વચ વર વડનગરના બ્રાહ્મણેા યોા વડે દેવાનુ` પણ રક્ષણ કરે છે અને શાન્તિક તથા પૌષ્ટિક ક` વડે વન અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે એવા બ્રાહ્મણાને માટે આદરભર્યોં ઉલ્લેખ છે. કવિપ્રશસ્તિમાં વારંવાર બ્રાહ્મણેાના વૈદ્વેષના ઉલ્લેખ થયો છે અને ક્ષેાક–૨૪માં આ કિલ્લાની રચના બ્રાહ્મણાના રક્ષણ માટે કરવામાં આવી હોવાની નોંધ કરી છે. ‘આ કાટ અમર રહેઃ' એવી અભિલાષા પ્રગટ કરતાં કવિ અંતભાગમાં પૃથુ અને સગર રાજાના અક્ષુણ્ણ યશના ઉલ્લેખ કરે છે જે એનું આ પુરાણકથાઓનુ` જ્ઞાન પ્રગટ કરે છે. આમ સમગ્ર પ્રશસ્તિનું અનુશીલન કરતાં એ સ્પષ્ટ જણાય છે કે કવિને બ્રાહ્મણેા માટે ઊંડા આદર છે અને બ્રાહ્મણધમ તથા હિન્દુ પુરાણા સાથે એને ધનિષ્ઠ નાતા હતા. હિન્દુધર્મ નાં દેવ-દેવીઓને પણ તે એમના પૌરાણિક સ ંદર્ભો સાથે સાદર ઉલ્લેખ કરે છે. વારંવાર એનુ ધ્યાન બ્રાહ્મણેા અને એમના વૈદ્વેષ તરફ વળે છે એટલે કવિ જૈન હાવા કરતાં હિન્દુધર્મી હોય એમ માનવાનુ સબળ કારણ પ્રાપ્ત થાય છે. ‘વડનગરપ્રાકારપ્રશસ્તિ' લેખ કુમારપાલે વડનગર ફરતો કિલ્લા બંધાવ્યા તેને લગતા અર્થાત્ નાગરિક-સ્થાપત્યને લગતા પ્રશરિત લેખ છે. ધાર્મિક સ્થાપત્યને લગતા નહિ. આથી અહીં નાગર બ્રાહ્મણાનું કે હિન્દુ દેવદેવીઓનું આટલુ` સંકીત ન કરવાની કવિને કેાઈ અનિવાય` આવશ્યકતા નહેાતી. દા. ત., સામેશ્વર પોતે બ્રાહ્મણ પુરાહિત હોવા છતાં આયુ ઉપર તેજપાલે બંધાવેલા નેમિનાથ ચૈત્યની પ્રશસ્તિ રચતાં મંગલાચરણમાં તથા અંતમાં નેમિનાથની સાદર સ્તુતિ કરે છે. તે એ સ્થાપત્ય ધામિ`ક હાઈ ત્યાં આવશ્યક ગણાય. એવી રીતે વસ્તુપાલે રચેલા ‘નરનારાયણન દ’માં પણ મહાકાવ્યના નાયક તરીકે શ્રીકૃષ્ણની સ્તુતિ હોય તે સ્વાભાવિક છે. · પ્રભાવકચરિત' કે જ્યાં શ્રીપાલનું વૃત્તાન્ત કંઈક વિસ્તારથી પ્રાપ્ત થાય છે ત્યાં પણ એણે કરેલી પાદપૂતિ એમાં એને હિન્દુધમ` તરફના પ્રેમ પ્રગટ થતા જણાય છે. ગર્વિષ્ઠ દેવાધે પાદપૂતિ માટે જે પાદો મૂકયાં હતાં તેમાં એક પાદ આ પ્રમાણે હતુ' : " પૌત્ર: સોડવિવિતામહ: ' કવિ શ્રીપાલે આ પાદની પૂર્તિ આ પ્રગાણે કરી છે:૧૦ ‘मूर्तिमेकां नमस्यामः शम्मार्जलमयीमिमाम् । अब्जोत्पन्नतया यस्याः पौत्रः सेोऽपि पितामहः ॥

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90