Book Title: Dropadi Swayamvaram Author(s): Jinvijay, Shantiprasad M Pandya Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi AhmedabadPage 31
________________ દ્રૌપદી સ્વયંવર (૨) દ્રૌપદી અજુનને જ વરે એવી કૃષ્ણની અભિલાષાને કારણે કૃષ્ણ પ્રથમથી જ સતર્ક રહે છે. ભીમને બોલાવીને તેઓ એને બ્રાહ્મણયાચકને વેશ. ધારણ કરી કર્ણને પરશુરામે આપેલાં પાંચ બાણમાંથી લક્ષ્યવેધ કરી શકે તેવાં બે બાણ માંગી આવવાની સલાહ આપે છે. કૃષ્ણની સલાહ પ્રમાણે ભીમ બ્રાહ્મણવિશે કર્ણ પાસે જાય છે અને એની દાનવીરતાના ગુણને લાભ લઈ કર્ણનાં અન્ય પ્રભને અવગણી બે બાણે માંગી લાવે છે. કર્ણ પાસેથી લક્ષ્યવેધ કરવા માટે બે બાણ લઈ આવવાને આ પ્રસંગે મૂળમાં નથી. એ તે સ્પષ્ટ છે કે કવિએ અહીં કર્ણને કવચકુંડલહરણના પ્રસંગને ઉપયોગ કર્યો છે. મહાભારતના આરણ્યક પર્વના અધ્યાય ૨૮૪ થી ૨૯૪માં પ્રાપ્ત થતાં કુંડલાહરણ પર્વની કથાનો ભાસે કર્ણભારમાં કર્યો છે તેમ અહીં પ્રકારાન્તરે ઉપયોગ કરી અજુનની લક્ષ્યવેધની સફળતાની ભૂમિકાનું સર્જન કર્યું છે. કુંડલાહરણપર્વના ૨૦૪મા અધ્યાયમાં બ્રાહ્મણ વેશધારી ઇન્દ્ર જે રીતે અન્ય પ્રલેભને અવગણીને કર્ણ પાસેથી કવચ કુંડલ જ લઈ જવાને આગ્રહ રાખે છે, તેમ અહીં પણ ભીમ કર્ણ પાસેથી બે બાણ લઈ જાય છે. અહીં પણ મૂળસ્થાની જેમ કે કર્ણભારની જેમ કર્ણની દાનવીરતા પ્રગટ થાય છે પણ એ દાનવીરતા કથાવિકાસને કઈ રીતે પ્રભાવિત કરતી નથી કર્ણભારમાં કર્ણની દાનવીરતા કરુણરસની વ્યંજનામાં જે રીતે ઉપકારક બની રહી છે એમ અહીં આ દાનવીરતા પછીના કથાનકને કઈ રીતે ઉપકારક થતી નથી અને તેથી આ પ્રસંગ કરું અનુકરણું માત્ર બની રહે છે. (૩) લક્ષ્ય અને લક્ષ્યવેધની વિગતેમાં પણ કવિએ ઘણું મહત્વના ફેરફાર કર્યા છે. મૂળ કથામાં એવું છે કે દ્રુપદ રાજા પિતાની પુત્રી કે પરાક્રમી પુરુષને પરણાવવા ઈચ્છતા હતા. એમની ઈચ્છા તે દ્રૌપદીને અજુનને જ પરણાવવાની હતી. (મહાભારત આદિપર્વ-દ્રૌપદી સ્વયંવરપવ અ. ૧૭૬, શ્લેક ૮થી ૧૧) પાંડવોની શોધ કરાવવા છતાં જ્યારે તેઓ પ્રાપ્ત થયા નહિ ત્યારે કપટરાજાએ ન વળી શકે એવું ખાસ ધનુષ બનાવડાવ્યું અને એક કૃત્રિમ યંત્ર પણ બનાવડાવ્યું. નિયત કરેલાં પાંચ બાણોથી જે લક્ષ્યને લીધે એને દ્રૌપદી પરણવવાને રાજાને અભિલાષ હતો. મહાભારતની આ વિગતોમાંથી સ્પષ્ટ થાય છે કે કુપદરાજાએ સામાન્ય વ્યક્તિ ઊંચકી કે ચઢાવી શકે નહિ તેવું ધનુષ્ય બનાવડાવ્યું હતું. નાટકકાર આ વિગતથી પણ આગળ જઈને આ ધનુષ્ય મહાદેવજીનું હતું અને તે ચઢાવવું મુશ્કેલ હતું એમ બેધડક જણાવે છે.Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90