Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 40
________________ પ્રસ્તાવના પ્રવેશતી દ્રૌપદી પુરુષોના ચિત્તમાં જે રતિભાવ જન્માવે છે તેમાં શૃંગારનું પણ સૂચન છે પ્રતિનાયકેના અનુચિત રતિભાવો શૃંગારનો આભાસ સર્જે છે. આમ વસ્તુ, નેતા અને રસની દષ્ટિએ જોઈએ તે દ્રૌપદી સ્વયંવર મોટેભાગે હિમૃગનાં લક્ષણો સંતોષે છે. ૫. કૌપદી સ્વયંવરનું સમીક્ષાત્મક મૂલ્યાંકન : કવિ વિજયપાલનું દ્વિઅંકી રૂપક દ્રૌપદી સ્વયંવર’ આ કવિની એકમાત્ર ઉપલબ્ધ કૃતિ છે સંસ્કૃત સાહિત્યમાં એ બહુ જાણીતું નથી કારણ કે નાદષ્ટિએ એમાં કશું નોંધપાત્ર નથી. જોકે એની સાહિત્યિક ગુણવત્તા જોઈએ એટલી વિદ્વાનોના ધ્યાન ઉપર આવી નથી. ગુજરાતમાં ઘરઆંગણે પણ એ વિદ્વાનમાં ઉપેક્ષિત રહે છે, એ હકીક્ત વિસ્મયપ્રેરક છે. નાથદષ્ટિએ એમાં અસામાન્ય એવું કશું નથી, આમ છતાં મૂળકથાનકને પિતાની આગવી રીતે રજૂ કરવામાં નાટકકારને મળેલી સફળતાની નેંધ લેવી ઘટે છે. કવિ પિતે આ રૂપકને માટે મોટાળદિવાટક નાટ” એટલે કે “અણહિલપુરને ઘેલું લગાડનાર રૂપક' એવું વિશેષણ પ્રયોજે છે. આ રૂપક ભજવવા માટે તત્કાલીન નામંડળીઓમાં સ્પર્ધા જાગી હતી એ પ્રણ પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે. પ્રજાના કેઈ વિશિષ્ટ ચિભેદને કારણે એ પ્રજામાં આટલું પ્રિય બન્યું હોય તે ભલે, બાકી કવિના દાવામાં અતિશયોક્તિની આશંકા ન લાવીએ તે પણ વસ્તુગ્રથનમાં એવું કશું અસાધારણ નથી જેને કારણે તે આટલું બધું કપ્રિય થાય. કવિ ઉપર મહાભારતની પ્રૌપદી સ્વયંવર'ની કથાની સ્પષ્ટ અસર વરતાય છે. આમ છતાં કવિએ મૂળ કથાનકમાં ઘણું પરિવર્તનને કર્યા છે. શ્રીકૃષ્ણને સ્વયંવરની સમગ્ર ઘટનામાં કેન્દ્ર. સ્થાને ગોઠવી સઘળી પ્રવૃત્તિઓના ચાલકબળ તરીકે રજૂ કરવાની દષ્ટિ ખાસ આગળ તરી આવે છે. કર્ણ પાસેથી લક્ષ્યવેધ કરી શકે તેવાં બે બાણની ભીમ પાસે યાચના કરાવવાનો પ્રસંગ કવિએ કરેલું બીજુ મહત્ત્વનું ઉમેરણ છે પણ એમાં કર્ણને કવચકુંડલહરણના પ્રસંગની સ્પષ્ટ અસર વરતાય છે. વળી આ ઉમેરણ પિતાની મુખ્ય ઘટનાને કે રસ પરિપષને કેઈ વિશેષ પરિમાણ બક્ષતું નથી એટલે ભાસ જેવા પૂર્વસૂરિના અનુકરણથી વધારે એવું એનું મૂલ્ય નથી લક્ષ્ય ને ધને બને એટલે મુશ્કેલ બનાવવા માટે કવિએ કરેલી રાધાવેધની કલ્પના ચમત્કૃતિપૂર્ણ છે. રામાયણની કથાને આધારે કવિએ સ્વયંવરના ધનુષ્યને શિવનું ધનુષ્ય હોવાનું કહ્યું છેલોધમાં પ્રતિપક્ષીઓને નિષ્ફળ બનાવવા શ્રીકૃષ્ણ પ્રયોજેલી માયાવી યુક્તિ-પ્રયુક્તિઓને રંગમંચક્ષમ બનાવવી મુશ્કેલ છે, એટલું જ નહિ અજનના

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90