Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ દ્રૌપદીસ્વયંવર પાત્રોમાં પણ તે બાધક બને એવી છે. કવિ સ્વયંવર અને લક્ષ્યવેધ એ બને વિગતેને જુદી બતાવવા માગે છે. બ્રાહ્મણવેશધારી અજુનના લક્ષ્યવેધથી અકળાયેલા રાજાએ પદરાજાને સ્વયંવર કરવાની ફરજ પાડી અને શ્રીકૃષ્ણ કુનેહ દાખવી તે શરત સ્વીકારી એમ દર્શાવીને કવિ એમ જણાવવા માગે છે કે અજુને, માત્ર શૌર્યથી નહિ પણ સોંદર્યથી પણ દ્રોપદીને મેહિત કરી હતી. કવિ જણાવે છે તેમ દ્રૌપદીના અનુરાગનું પણ એનાથી પરીક્ષણ થાય છે. બીજા અંકમાં દ્રૌપદી, વયંવરના પ્રસંગમાં કશું ખાસ ધપાત્ર નથી. જોકે દ્રૌપદીએ પ્રતિપક્ષી. શત્રુઓની કરેલી નાપસંદગી, એને માટે રજૂ કરેલાં કારણે અસરકારક છે. આમ વસ્તુગ્રથનમાં લયવેધ અને સયંવર એમ બન્નેને એનાં પિતાનાં કારણોસર જુદાં જુદા બતાવવાની કવિની દૃષ્ટિ નેંધપાત્ર બને એવી છે અને આમ છતાં રૂપમાં બધી, પ્રવૃત્તિઓ માટેભાગે વાણી કે વર્ણન દ્વારા બતાવવામાં આવી છે એટલે એટલા પૂરતું તે એર્મા કાયવેગને અભાવ વરતાય છે. પાત્રાલેખનની દૃષ્ટિએ નેંધવું જોઈએ કે રસને જ કેન્દ્રમાં રાખવાના આગ્રહને કારણે કવિ પાત્રાલેખનમાં પૂરતું ધ્યાન આપી શક્યા નથી. કવિ રૂપમાં કષ્ણને કેન્દ્રસ્થાને મૂકે છે અને એકમાત્ર પાંડવોના હિતેષી તરીકેનું એમનું વ્યક્તિત્વ ઉપસાવવા માગે છે તે પણ પાત્રાલેખનની કલાને કવિમાં અભાવ છે. પાત્રને વિકાસ એના કાર્ય કે વ્યવહારથી થવો જોઈએ પણ કવિ બહુધા કથન દ્વારા પાત્રાલેખનને ટૂંકે રસ્તો અપનાવે છે. આને પરિણામે ઘણીવાર આડકતરી રીતે પાત્રની પ્રતિભા ઊપસવાને બદલે ઝાંખી પણ પડે છે, જેમકે કૃષ્ણ પાંડવોના એકમાત્ર હિતૈષી દેખાવાના ઉત્સાહમાં પ્રતિપક્ષીઓને નાસીપાસ કરવા માટે જે માયાવી યુક્તિપ્રયુક્તિઓને આશ્રય લે છે એથી નથી તે કણની પ્રતિભા ઉપસતી કે નથી અર્જુનના લક્ષ્યવેધની ગરિમા જળવાતી. ઊલટાનું અજુનને વિજય. વ્યુહાત્મક સિદ્ધિ બની રહે છે, પરિણામે મૂળકથામાં અજુનના પાત્રને જેવું અને જેટલું ગૌરવ પ્રાપ્ત થયું છે તેવું આ કથાનાયકને પ્રાપ્ત થતું નથી. કૃષ્ણ પણ કનેહબાજ રાજકારણી તરીકે પ્રતીત થાય છે. દ્રૌપદીના પાત્રાલેખનમાં એને ગણાનરાગ પ્રગટ કરવાને કવિનો હેતુ સિદ્ધ થાય છે પણ તે માત્ર અભિધાથી. દ્વિપદીએ દુર્યોધન, દુઃશાસન, કર્ણ વગેરે નકારવા માટે પસંદ કરેલાં કારણ મહાભારતની કથાના જાણકારને જ સમજાય એવાં છે. આ પ્રતિપક્ષીઓને લક્ષ્યવેધને રકાસ પણ કવિએ બહુધા કૃષ્ણ પાસે કરાવેલ વર્ણન દ્વારા જ વ્યક્ત કર્યો

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90