Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
द्रौपदीस्वयंवरम् ।
(આમુખ)
(પછી કૃણ પ્રવેશ કરે છે.). કૃષણ: વિચારીને મને મન હર્ષપૂર્વક)
ધનુર્વેદમાં ધીર એ (જે પુરુષ) રાધાવેધ (રાધા નામની માછલીને વધવાને વિધિ કરે એને તમારે તમારી આ દીકરી વરાવવી એ આદેશ દ્રુપદનેશને પહેલેથી જ આપવામાં આવ્યું છે. અને ભીમના પુત્રને મેકલીને, વજના સ્થંભ જેવી શેભાથી સુંદર લાગતી બે ભુજાઓથી શેલતા અજુનને અનુસરતા પાંડુપુને અહીં જ બેલાવી લેવામાં આવ્યા છે. (૫)
તે હવે બધું બરાબર ગોઠવાઈ ગયું છે. આમ છતાં હજુ પણ કંઈક ખૂટતું હોય એમ લાગે છે. ભલે જોઈએ. ભીમ ! અહીં આવ તે.
(પછી ભીમ પ્રવેશ કરે છે.)
(ભીમ ફરીને યથાયોગ્ય આદર પ્રગટ કરે છે) ભીમ (વિનયપૂર્વક) વીરભૂષણ કંસને નાશ કરીને વાહ વાહ પ્રાપ્ત કરનાર
હે ભગવાન! અમને કેમ બેલાવ્યા છે ? આજ્ઞા આપીને અમારા ઉપર
કૃપા કરો ભગવન્! કૃષ્ણ : હે ભાઈ! પાંડના અભ્યય સિવાયની કોઈપણ પ્રવૃત્તિમાં અમે ક્યારે
પણ પ્રવૃત્ત થતા નથી. તે પરશુરામે ભેટ ધરેલાં પાંચ બાણમાંથી રાધા (માછલીન) વેધ કરવા માટે બે બાણ સૂતપુત્ર (કર્ણ) પાસેથી માગી લાવવાનાં છે. અને તે લઈને ઓળખ ન પડે એ વિશિષ્ટ વેશ ધારણ કરનારા તારા ભાઈ એ સાથે, કૃતાર્થ થયેલા તારે રાધાવેધ માટે ઊભા કરવામાં આવેલા ભંપને શોભાવવાને છે. હમણાં તે અમે પણ રાધા વેધ પ્રસંગે દ્રુપદ રાજાની પડખે જઈને ઊભા રહી જઈએ.
(એમ કહીને ચાલ્યા જાય છે.) ભીમ: (ફરીને અને આગળ જોઈને) અરે! અપરિમિત દાન પ્રાપ્ત કરવાના
આનંદથી ભરેલા યાચકોના સમૂહથી ઉભરાતું આ કણના ઘરનું દ્વાર છે એ કહ્યા વિના પણ દેખાય છે. (આ પ્રમાણે ફરીને, બ્રાહ્મણનું રૂપ ધારણ કરી મોટા અવાજે વેદપાઠ કરે છે.) (તે પછી દ્વારપાળ અને પુરોહિતથી અનુસરો દાનગૃહના મંડપમાં
ઊભેલે કર્યું પ્રવેશ કરે છે) કર્ણ : (ઉત્કંઠાપૂર્વ)
ચાર ક્ષણ તે મારે માટે ચાર યુગ જેવી વીતી અને છતાં આજે અપૂર્વ એ યાચક મને કયાંયથી આવી મળ્યો નથી. (૭)