Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 60
________________ द्रौपदीस्वयंवरम् । બ્રોશણ : • • • કર્ણ : (બાજુમાં મેં ફેરવીને દ્વારપાળના કાનમાં) આમ જ છે. (દ્વારપાળ એમ કરે છે) (બ્રાહ્મણ બધાં જ બાણ ખેંચી કાઢીને હાથથી વીંખી નાખીને વધુ જેવાં મજબૂત બે બાણ બતાવે છે.) દ્વારપાળ : આમણે જ્યારે બધાં બાણાને છિન્નભિન્ન કરી નાખ્યાં છે ત્યારે બચી ગયેલાં આ બે બાણે યુગને અંતે વિશ્વ સમેટાઈ જતાં (અવશિષ્ટ રહેતા) હરિ અને હર જેવાં (શોભે છે.) (૧૩) કણ: (મનોમન) ભુવનેના આશ્ચર્યરૂપ આપના દ્વારા ભુજ બળમાં આપને આપને (!).... (એમ કહીને ફરે છે. યાદ કરીને અમે પણ મહામુશ્કેલ એ રાધાવેધ કરવા તૈયાર થયેલા દુર્યોધન રાજાની પાસે જઈએ. - એમ કહીને ચાલ્યા જાય છે.) ભીમ ઃ (ફરીને) અરે! આ મારા ભાઈઓ મારી જ રાહ જોતા જણાય છે. (૫છી યુધિષ્ઠિર વ. પ્રવેશે છે.) ભીમસેન : (બાણ બતાવે છે) જરદી ચાલે છે જેથી આપણે તે જ મં૫માં જઈએ. બધા : (ફરીને અને આગળ જોઈને) અરે! અહીં એકઠા થયેલા સકળ પૃથ્વી મંડળના રાજસમૂહથી ઉભરાતે અને પુષ્કળ કોલાહલવાળે આ રાધામંઇપ આકાશમાં ફરફરતી અનેક ધજાઓથી શોભી ઊઠયો છે. (પછી વર્ણવ્યા પ્રમાણના મંડપમાં ઊભેલા દેશદેશાવરથી આવેલા રાજવી સમહથી નીરખાતા અને રાધાસ્થંભની બાજુમાં ઊભેલા દ્રુપદ પ્રવેશે છે. યુધિષ્ઠિર વ. સહુ મંડપના એક ભાગમાં પ્રવેશે છે.) યુધિષ્ઠિર : (ચારે બાજુ જોઈને) અમારી ઉન્નતિમાં સહાયક થવાના એકમાત્ર શેખવાળા માનનીય તે કૃણ હજુ પણ કેમ મોડું કરતા હશે વારુ ? (પછી ઉન્મત્ત યાદોથી અનુસરાતા કૃષ્ણ પ્રવેશે છે.) કરણ : (ચારેબાજુ મંડપને જોઈને મને મન) ઇન્દ્રને અતિક્રમી જાય એવા પરા કમની પરંપરા સજ તે રાજવીઓ સમૂહ આ બાજુ છે તે આ બાજુ પિતાના વીરપુરુષોથી સંપૂર્ણપણે ઘેરાયેલું મદમાતે રાજા દુર્યોધન છે. ચૂપ દાનવોથી વીંટળાયેલે ભૂપાલ શિશુપાલ (આ બાજુ) છે તે પરાક્રમને પુષ્ટ કરે એવા આ પાંચ પાંડવો (આ બાજુ) પ્રછિન્નવેષે બેઠેલા જણાય છે.) (૧૪)

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90