Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
શિશુપાલ : (સાથે મહાદેવજીના ધનુષ્ય ઉપર ત્રણે ભુવનેને ભાર નીહાળીને
આશ્ચયપૂર્વક)
જ્યાં સધળે દેવસમૂહ એકત્રિત થયો છે તેવું સ્વર્ગ અહીં (એકબાજુ) છે તે વળી અહીં પુષ્કળ પવન અને સાગરોથી વ્યાપ્ત પૃથ્વી છે તે વળી ફણાઓના સમૂહથી અંતભૌગને ભરી દેતું પાતાળ અહીં છે. એ આશ્ચર્ય છે કે આ ધનુષ્ય ઉપર ગણે લેક દષ્ટિગોચર થઈ રહ્યા છે. (૩૫) (સરોમાંચ
અગણિત પુણેથી ભગવાન વિધિ આજે મારી ઉપર પ્રસન્ન થયા છે. ત્રણે લેકના વિજયની જે કીતિ છે તે મને આજે આ ધનુષ્યને ભંગ કરવાથી પ્રાપ્ત થશે. (૩૬). (કૃણ શિશુપાલ અને ધનુષ્ય ઉપર વારંવાર સભય દષ્ટિ પરાવે છે.)
(શિશુપાલ ધનુષ્ય ઉગામે છે.) (કૃષ્ણ માયાથી બધાની નજર રૂ ધી નાખીને, જાતે ઊભા થઈ બે હાથે શિશુપાલને ધક્કો મારી, પૃથ્વી ઉપર ગબડાવી પાડી પિતાની જગાએ જઈને બેસી જાય છે.)
(શિશુપાલ ડીવાર મૂચ્છિત રહીને શરમાઈને નાસી જાય છે.) કૃષ્ણ : અરે ! હવે તે માત્ર બ્રાહ્મણ બાકી બચ્યા છે. તે લાવ એમને આમંસુ. . (મનોમન) ધનુર્ધરમાં અગ્રેસર એવા એક બાણાવળીને બોલાવું. અરે
એ સન્યાસી ! અહી આવ, અહીં આવ.
(અજુન ઊભો થઈને રાધાની પાસે જાય છે.) કૃષ્ણ : જો કે ઈને પણ પોતાના ભુજબળનું અભિમાન હોય તે રાધાવેધને
માટે શિવજીનું આ ધનુષ્ય ઉઠાવો. અર્જુન ઃ (વિનયપૂર્વક ધનુષ્યને નમસ્કાર કરીને)
જે મારામાં ક્ષત્રિય ધર્મ અખંડ હોય અને જે મારી ગુરુ (અને * વડીલમાં) ભક્તિ હોય તે હે ભગવાન શિવધનુષ્ય! સહેલાઈથી ચઢાવી ( શકાય એવું બને!
(આમ કહીને બે હાથે ઊંચકીને ત્રણ ગણે ભાગ દબાવીને ધનુષ્ય ચઢાવે છે.) ભીષ્મ : (દ્રોણ તરફ)
જુઓ તે ખરા! આ બ્રાહ્મણે માત્ર ધનુષ્યની દેરી જ નહિ પણ પિતાના - પ્રાણગુણને પણ જોતજોતામાં પરમ કેટિએ પહોંચાડે. (૩૮). ભીમ ઃ (પ્રેક્ષકો તરફ લઈ જઈને, અર્જુનને ઉદ્દેશીને) આ હું બે બાણ લઈ
આવ્યો છું અને છતાં તું શું રાધાને વેધ કરવા સમર્થ નથી?