Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 50
________________ द्रौपदीस्वयंवरम् । સુત્રધાર ઃ વિષાદ કર રહેવા દે. એમણે આ નકામો ઉજાગરે આર ો છે. ગમે એટલાં ઊંદરનાં ચામડાં એકઠાં કરો તે પણ હાથીઓના અધિપતિને બાંધી શકાય એવું દોરડું બનાવી શકાતું નથી કે આકાશ રૂપી આંગણામાં ઊડતા ગણનાપાત્ર આગિયાઓથી પણ અંધકારરૂપી મલિનતાને દૂર કરી ભુવનેને નિર્મળ કરવામાં કુશળ એવાં કર્મોને સાક્ષી ભગવાન ચંદ્રના તેજ પ્રસારિત કરવાના) કર્મનું નિર્માણ થઈ શકતું નથી. તે ચિંતા કરવી રહેવા દે. કારણ કે અશકય કામે કરનારા અને પ્રસન્ન થનારા મહારાજ પાસેથી હે મિત્ર! વિજયેછુ એવા તમે જ ક્ષણવારમાં લક્ષ્મી પ્રાપ્ત કરશે. (૩) પરિપાશ્વક : આર્યનાં આ વચનથી હવે હું નિશ્ચિત થયે. તે હવે પહેલાં મને પ્રસ્તુત રૂપકનું નામ જણાવવાની તે આર્ય ! કૃપા કરે. સુત્રધાર : શ્રીકવિના પુત્ર મહાકવિ સિદ્ધપાલના પુત્ર મહાકવિ વિજયપાલે રચેલું દ્રૌપદીસ્વયંવર નામનું વીર અને અદ્ભુતરસ પ્રધાન નાટક છે જ. (નેપથ્યમાં યુવા ગવાય છે.) (લકોને) ઉન્મત્ત કરનાર ચંદ્રમા જેના સાન્નિધ્યથી ભુવનમાં વિજય પામે છે તે કામદેવે વીંધવા અશક્ય એવા જનમનને સહજમાં વીંધી નાખે છે જ, (૪) સુત્રધાર: (સાંભળીને) નાટથવિદ્યાના અભિનય રૂપ કમળનું પરિશીલન કરવામાં રત એવા નરરૂપી ભ્રમરેએ સારી શરૂઆત કરી કે આ રાત્રિનાથ (ચંદ્રમા)નું વર્ણન કરતી યુવાથી રાધા (મસ્ય)ને વેધ કરવા તૈયાર થયેલા અર્જુનની સહાય કરવાની પ્રતિજ્ઞા લઈ બેઠેલા અને ભદથી ગજેતા, જીતવા મુશ્કેલ એવા દુર્જના સમૂહનું દલન કરવામાં નિપુણ એવી માયાને પ્રયોગ કરનારા માનનીય એવા તે કૃષ્ણને પ્રવેશ સુચવાયો છે. તે આવે, આ૫ણે હવે પછી કરવાના કામને માટે તૈયાર થઈએ. (એમ કહીને વિદાય થાય છે.)

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90