Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
द्रौपदीस्वयंवरम् ।
શ્રી સરસ્વતીને નમસ્કાર બ્રહ્મા જેના સારથિ (હતા) તેવા, ચંદ્ર અને સૂર્યરૂપી ચક્રવાળા, પૃથ્વીરૂપી રથમાં બેઠેલા અને યુદ્ધમાં દેવપર્વત મેરુ રૂપી ધનુષ્ય અને વિષ્ણુરૂપી બાણ ધારણ કરતા અને પ્રાચીન કાળમાં ત્રણે નગરને સંહારી વિજ્યલકમી પ્રાપ્ત કરીને આનંદ પ્રાપ્ત કરનાર, ધનુષ્યધારણ કરવામાં ધુરંધર એવા આ (ભગવાન) શિવ જય પામે છે. (૧) અને વળી–
આ જમાવે એવા સમુદ્રમ થનના પ્રારંભને ઉદ્યમ કરનાર, ન ખાળી શકાય એવી દેવોને શત્રુ (રાક્ષસો)ની હસ્તિસેનાને સંહાર કરવામાં સિંહ સમાન જે વિષ્ણુને) દૈો અને તોથી વિમુખ થઈ ગયેલી, મહાન ગુણોની અનુરાગી એવી લક્ષ્મીએ પસંદ કર્યા તે ભગવાન લક્ષ્મીપતિ તમારું રક્ષણ કરો. (૨)
(નાન્દીને અંતે) સૂત્રધાર : (પડદા તરફ જોઈને) અમારાં સ્વજને પૈકી અહીં કેણ (હાજર) છે ?
(પ્રવેશીને પહદી ખસેડીને) પરિપાક : (વિનયપૂર્વક) સ્વામી, આ રહ્યો છું. સૂત્રધાર: આજે મને શ્રી ચૌલુકય કુળની રાજ્યલક્ષ્મીરૂપી કેલીના સુવર્ણ કમળ
સમા, ભુજારૂપી પરિધથી પૃથ્વી મંડળનું રક્ષણ કરનાર, વિજયલક્ષ્મીના કણકુંડળ સમાન પૃથ્વીના સ્વરૂપ અને નીતિમાગમાં રહીને શોભતા ચંદ્ર સમાન અભિનવ સિદ્ધરાજ મહારાજ શ્રી ભીમદેવે આદેશ આપ્યો છે કે આજે આ વસંતોત્સવ પ્રસંગે ત્રણે ભુવનેના અદ્ભુત પ્રભાવ વૈભવને ધારણ કરનારા શ્રીમાન ત્રિપુરુષ દેવની સમક્ષ અણહિલપુર
(પાટણ)ને ઘેલું લગાડનાર નાટકની તમારે ભજવણી કરવી. પારિપાક : સ્વામી ! હું બીજું કંઈક પણ પૂછવા માગું છું. સુત્રધાર : ચાહે તે પૂછ. પરિપાર્ધક : રાજવીઓના મનના આનંદને માટે અત્યંત અદભુત એવું જે
સાધન યોજવાની આપે મને આજ્ઞા કરી છે તે બીજા પણ કપટ કરવામાં કુશળ નટોએ ભવવાનું શરૂ કર્યું છે, તે મારે શું કરવું?