Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ ૨૯ બતાવના ઈહિમૃગની રસ અંગે ભરતમુનિ શૃંગારની હિમાયત કરે છે. આ રૂપકમાં નાયક અલભ્ય કન્યાની ઈહા કે ઇચ્છા કરતે હોવાથી સ્વાભાવિક રીતે જ શંગારની અપેક્ષા રહે છે. ભરતમુનિ કહે છે-“guajશકાર: દશરૂ કકાર કહે છે, રાજા માનવ વિજિગ્નિતત’ આમ શૃંગારને આભાસ પણ આ પ્રકારના રૂપમાં જરૂરી છે. નારદર્પણકાર કહે છે, 'ઘાવોનોવતા રસાદ એટલે કે ત્તિમાં સ્પષ્ટ કર્યું છે તેમ રસા: વીઘા રીત: અર્થાત વીર, રૌદ્ર વગેરે દીત રસ આવવા જોઈએ. તેઓ પણ નોંધે કે ઈહામૃગમાં અનુનિતાર શ્યામા: અર્થાત ત્યાભાસનું વર્ણન હોવું જોઈએ અને તે પ્રતિનાયકમાં અનુરક્ત નહિ તેવી સ્ત્રીને લગતું હોઈ અનુચિત બની રહે છે. આમ ઈહિમૃગમાં મુખ્યત્વે વીર કે રૌદ્રરસ હોવો જોઈએ અને શૃંગારને માત્ર આભાસ હોવો જોઈએ. આપણે આગળ નોંધ્યું છે તેમ “દ્રૌપદીસ્વયંવર” મુખ્યત્વે ઈહામૃગનાં લક્ષણોને મળતું આવે છે. કવિએ મૂળકથામાં જે પ્રકારનાં પરિવર્તને આપ્યાં છે તે પણ આ પ્રકારને અનુકૂળ આવે તે માટે ક્યાં જણાય છે. એનું કથાવસ્તુ પ્રસિદ્ધ છે અને છતાં કવિએ એમાં ઘણાં મૌલિક પરિવર્તન કર્યા છે. તેથી એ ખાતાખ્યાત પ્રકારનું બની રહે છે. આ રૂપમાં સ્વયંવર સભામાં આવેલા પુરુષને માટે સ્વયંવરની રાધાવેધની શરત દુષ્કર હોવાથી નાયિકા અલભ્ય બની છે અને છતાં બધા એની સ્પૃહા કરે છે તેથી ઈહામૃગની વ્યત્પત્તિ એને સાથ ઠેરવે છે. એનું કથાનક સુશિલષ્ટ છે કારણ કે લક્ષ્યવેધના અનુસંધાનમાં સ્વયંવર વિધિ દર્શાવ્યો છે. લોધ એક દિવસે અને સ્વયંવર વિધિ બીજે દિવસે બતાવ્યો હોવાથી એમાં રાખવામાં આવેલા બે અંકે પણ યોગ્ય છે કારણ કે કથા પ્રમાણને આધારે અંકોની સંખ્યા નક્કી કરવાની નાટકકારને સત્તા છે. જોકે લક્ષણોમાં કથાનકના વ્યાપને આધારે એક કે ચાર અંક રાખવાનું એટલે કે એક દિવસના કથાનકને માટે એક અંક અને ચારને માટે ચાર અંક એમ સૂચવાયું છે પણ આ સૂચનમાં રહેલા તકને લંબાવીએ તે એને અર્થ એવો પણ થાય કે બે દિવસ ચાલે તેવા કથાનકને માટે બે અંક રાખી શકાય. આમ દ્રૌપદીસ્વયંવરમાં બે અંક હોય તે તે તાર્કિક રીતે મૂળ લક્ષણથી વિરુદ્ધ જતા નથી. અહીં દિવ્ય સ્ત્રી જેવી જ અદ્દભુત સૌંદર્યવાળી દ્રૌપદી નાયિકા છે અને પદીની ઉત્પત્તિ દિવ્ય છે. એટલે નાયિકા માનવ હોવા છતાં એને દિવ્યા ગણી શકાય. શ્રી કૃષ્ણ પિતે દ્રોપદી માટે કહે છે : रुपान्तगभ्युपगता जगतां जयश्रीः । पञ्चालजा खलु भविष्यति तस्य पत्नी ।।

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90