Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૨૦
દ્રોપદીસ્વયંવર
(અધ્યાય ૧૫૭માં મહર્ષિ વ્યાસે દ્રૌપદી પાંડવોની પત્ની થશે એવી આગાહી કરી હતી). શ્રીકૃષ્ણ અને બલરામ ત્યાં આવી પ્રસન્ન થયા અને પાંડવો ઓળખાઈ ન જાય તેથી છાવણીએ પાછા ફર્યા. તપાસ કરવા આવેલા ધૃષ્ટદ્યુને પાંડવોની ચર્ચા નિહાળી અને એને સ્પષ્ટ થયું કે આ પાંડવો જ લાગે છે. આ વિગત એણે જઈને પિતાને જણાવી. દ્રપદ રાજાએ પુરોહિતને તપાસ માટે મોકલ્યા. એ પછી યુવકે આવી દુપદરાજનું ભોજનનું આમંત્રણ પાઠવ્યું. દુપદરાજાના વાહનમાં બેસી પડે એમના મહેમાન બન્યા. એ પછી પંદરાજાએ પિતાના મનની વાતો યુધિષ્ઠિરને પૂછી. યુધિષ્ઠિરે એમને પાંડુપુત્ર તરીકે પરિચય આપે. દ્રુપદ પિતાને અભિલાષ પૂર્ણ થયું છે એમ જાણી હર્ષવિભોર બની ઊયા. કુપદ રાજાએ અજુન વિધિપૂર્વક એમની પુત્રીને સત્કાર કરે એવી દરખાસ્ત કરી જેના ઉત્તરમાં તેઓ પાંચે આ દ્રૌપદીને વરશે એમ જણાવ્યું. દ્રુપદરાજા વિચારમાં પડી ગયા અને તે કેવી રીતે શક્ય બની શકે તે અંગેની વિમાસણ વ્યક્ત કરી. યુધિષ્ઠિરે દ્રુપદરાજાને કહ્યું કે ધર્મ ખૂબ સૂક્ષ્મ છે અને એની ગતિ જાણવી મુશ્કેલ છે. હું કદી પણ જડબલું નહિ કે માતાની વાણી મિથ્યા પણ થવા દઉં નહિ. દ્રૌપદીને પાંચ પતિ સાથે વિવાહ ધર્મ છે એમ યુધિષ્ઠિરે ભારપૂર્વ જણાવતાં દુપદરાજાએ યુધિષ્ઠિર, કુન્તી અને ધૃષ્ટદ્યુમ્ન મળીને જેમ કહેશે તેમ હું કરીશ એમ જણાવ્યું. એટલામાં ત્યાં આકસ્મિક રીતે જ વ્યાસમુનિ આવ્યા. મહર્ષિ વ્યાસે પાંચ પાંડવો અને દ્રૌપદીના પૂર્વજન્મની વાત કહી અને એના અનુસંધાનમાં દ્રૌપદી પાંચે પતિને પરણે તે દરખાસ્તને અનુમોદન આપ્યું. "
૩. મૂળસ્થામાં કરેલાં પરિવતને : - બે અંકના દ્રૌપદી સ્વયંવરનું વસ્તુગ્રથન કવિએ એમની પિતાની રીતે કર્યું
છે. કવિ મહાભારતની કથાથી પ્રભાવિત છે. પણ મૂળકથાને પિતાના કલ્પનાશીલ દૃષ્ટિકોણથી રજુ કરવાને ઉદ્દેશ પ્રગટપણે દેખાઈ આવે છે. મૂળ કથાની લક્ષ્યવેધની વિગતને કેન્દ્રમાં રાખીને કવિએ અન્ય વિગતોમાં આમૂલ પરિવર્તન આપ્યું છે.
મૂળકથામાં કવિએ કરેલાં પરિવર્તન પૈકી સહુથી મોટું અને મહત્ત્વનું પરિવર્તન શ્રીકૃષ્ણને સમગ્ર ઘટનામાં કેન્દ્રસ્થાને મૂકવાનું છે. મૂળસ્થામાં કૃષ્ણ સ્વયંવરસભામાં અન્ય રાજાઓ જેવા જ એક સભાસદ છે. પપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વૃષ્ણિમંડળની ઓળખ આપતાં વાસુદેવ ઉપરાંત સંકર્ષણ, પ્રદ્યુમ્ન વગેરે યાદવને