Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 28
________________ પ્રસ્તાવના બ્રહ્મતેજનું ગૌરવ કરતાં કેટલાંક ઉદાહરણે પ્રસ્તુત કર્યા. આ પ્રમાણે બુદ્ધિજીવી બ્રાહ્મણે સંકલ્પવિકલ્પ કરતા હતા ત્યારે અજુન આત્મવિશ્વાસથી લક્ષ્યવેધ માટેના મંડપ પાસે અચળ પર્વતની જેમ સ્થિર બનીને ઊભો રહ્યો. પછી ધનુષ્યની પ્રદક્ષિણ અને પ્રણામ કરીને એણે ધનુષ્ય ઊંચકી લીધું અને પલકવારમાં એણે પાંચ બાણથી લક્ષ્યને વીધી છિદ્રમાંથી પૃથ્વી ઉપર ગબડાવી પાડયું. સભામાં અને અંતરિક્ષમાં ભારે દેકારો મચી ગયે. દેવોએ અજુન ઉપર પુષ્પવૃષ્ટિ કરી. અજુનની ચારે બાજુ પ્રસંશા થઈ રહી. દ્રુપદ પણ પ્રસન્ન થયા. યુધિષ્ઠિર ઓળખાઈ જવાની બીકે નકુલ અને સહદેવને લઈને ચાલી ગયા. લક્ષ્યને વિધાયેલું જોઈએ અને અર્જુનને ઇન્દ્ર જેવો સોહામણે જોઈને સ્મિત કરતી દ્રૌપદીએ શ્વેત પુની માળા અર્જુનના ગળામાં પહેરાવી દીધી. ખિન્ન થયેલા રાજાઓએ સંગઠિત થઈ કુપદ અને તેના પુત્રને મારી નાખવા નિર્ણય કર્યો. આ સ્વયંવર ક્ષત્રિયોને હતે. બ્રાહ્મણને વરવાનો દ્રૌપદીને કોઈ અધિકાર નથી એમ કહી તેઓએ સહુને ઉશ્કેર્યા. જે દ્રૌપદી આ ન સમજે તો એને પણ અગ્નિમાં ફેંકી દેવી એમ એમણે નક્કી કર્યું. બ્રાહ્મણને અવધ્ય સમજી બધાએ દ્રપદ ઉપર આક્રમણ કર્યું. કુપદ બ્રાહ્મણને શરણે ગયા. બ્રાહ્મણ વેશધારી અજુન અને ભીમે યુદ્ધને પડકાર ઝીલી લીધે. કૃષ્ણ પાંડવોના અસ્તિત્વ અંગે કરેલું અનુમાન સાચું પડયું અને કુલ્તાફેઈ સહિત પાંડુપુત્ર લાક્ષાગૃહના દાહમાંથી બચી ગયા છે એવી પ્રતીતિ થતાં બલરામ અને કૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા. રાજાઓ સાથેના તુમુલ યુદ્ધમાં અર્જુન અને ભીમ દ્વારા કર્ણને ભયભીત અને શલ્યને પરાસ્ત થયેલ જાણીને અન્ય રાજાઓ ખૂબ ગભરાયા. રાજાઓ યુદ્ધ કરવાનું માંડી વાળવા વિચારતા થયા. ત્યારે શ્રીકૃષ્ણ પણ આણે ધમપૂર્વક દ્રૌપદી મેળવી છે એમ કહીને રાજાઓને સમજાવ્યા અને યુદ્ધ કરતાં અટકાવ્યા. અજુન દ્રૌપદીને લઈને ઘેર આવ્યો અને એણે દ્રૌપદીને માતા આગળ ભિક્ષા તરીકે નિવેદન કરતાં કુંતાજીએ એને સાથે મળીને ભોગવવાનો આદેશ આપે. વસ્તુસ્થિતિની જાણ થતાં કુતી ભ પામ્યાં. દ્રૌપદીને પાંચે ભાઈઓએ વરવું કે કેમ એને નિણર્ય કરવાનું કામ યુધિષ્ઠિર પર છોડવામાં આવ્યું. યુધિષ્ઠિરે અદ્વિતીય સૌ વાળી દ્રૌપદી તરકની ભાઈઓની સસ્પૃહ નજર પારખી જઈને ભાઈઓમાં આને કારણે કઈ વિખવાદ ન થાય એમ વિચારીને અને મહર્ષિ વ્યાસના વચનને યાદ કરીને - કલ્યાણી દ્રૌપદી આપણે સહુની પત્ની થાઓ” એ નિર્ણય જાહેર કર્યો.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90