Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 27
________________ દ્રૌપદીસ્વયંવર દ્રુપદરાજાની ઇચ્છા પિતાની પુત્રીને અર્જુનને પરણાવવાની હતી પણ પ્રયત્ન કરવા છતાં જ્યારે અજુનની ભાળ મળી નહીં ત્યારે એમણે સ્વયંવર કરવાનું વિચાર્યું. ન વળી શકે તેવું મોટું મજબૂત ધનુષ્ય અને જેના છિદ્રમાં કંઈક નિશાન ફર્યા કરે એવું એક કૃત્રિમ યંત્ર બનાવ્યું. એ ઉપર એક સેનેરી લક્ષ્મ ભરાવી દુપદે જાહેર કર્યું કે આ મારા બનાવેલા ધનુષ્યથી અને આ પાંચ બાણથી લક્ષ્યને વિધનાર વીર મારી પુત્રીને મેળવશે. દ્રપદરાજાની ઉલ્લેષણ સાંભળીને દેશવિદેશથી આવેલા રાજવીઓની હાજરીમાં ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સોળમે દિવસે સર્વ આભૂષણોથી સજજ થયેલી દ્રૌપદી જ્યારે રંગમંચ ઉપર આવી ત્યારે પુરોહિત અને બ્રાહ્મણોએ વેદોષ કરી અગ્નિને વિધિપૂર્વક આહુતિ આપી. દ્રુપદરાજાના પુત્ર શાતિ સ્થાપીને બધા રાજવીઓને ઉદ્દેશીને મોટેથી કહ્યું, “આ ધનુષ્ય છે, આ લક્ષ્ય છે અને આ પાંચ બાણો છે. હે રાજાઓ! તમે સાંભળે. યંત્રના છિદ્રમાંથી પાંચ બાણે પસાર કરીને લક્ષ્યને વધવાનું છે. આ દુષ્કર કમને જે કરશે તે કુળવાન, રૂપવાન અને બળવાન વીરને આ મારી બહેન વરશે, હું અસત્ય બોલતે નથી. તે પછી ધૃષ્ટદ્યુને દ્રૌપદીની હાજરીમાં બધા રાજાઓને સગોત્ર પરિચય કરાવવા માંડ્યો. સ્વયંવરમાં આવેલા રાજવીઓનું અને એમના કામસંતપ્ત પ્રતિભાનું કવિએ વિસ્તૃત વર્ણન કર્યું છે. બધા રાજાએ દ્રૌપદીને વરવા આતુર થયા હતા ત્યારે કૃષ્ણ અને એમના અનુયાયી યાદ કણની સલાહથી નિરપેક્ષભાવે શાન્ત બેઠા હતા. સમારંભને ચારે બાજથી નિહાળતા શ્રીકૃષ્ણ ભસ્મથી ઢંકાયેલા અગ્નિ જેવા પ્રતાપી પાંડવોને ઓળખી કાત્યા. બલરામ પણ તે જાણી ખૂબ ખુશ થયા. એ પછી બાણ ચઢાવવા એક પછી એક રાજાઓ ઊઠતા રહ્યા પણ એમાંના ઘણા ધનુષ્યને ખસેડી શક્યા નહિ. કેટલાક પરાક્રમ બતાવવા જતાં ધરણી પર ઢળી પડ્યા. હાંસીપાત્ર બનેલે રાજા તે માટે સમૂહ દ્રૌપદીને મેળવવાની આશા ગુમાવી બેઠે. આ પ્રમાણે સઘળો. જનસમાજ સંબ્રિાન્ડ બની ગમે ત્યારે કુંતીને પુત્ર જીતવાની ઈચ્છાથી બાણ ચઢાવવા ઉદ્યત થયે. બ્રાહ્મણ વેશધારી અજુનને જોઈને કેટલાક બ્રાહ્મણો પ્રસન્ન થયા તે કેટલાક “આ બાહ્મણોને હાંસીપાત્ર બનાવશે એવા સંદેહથી વ્યગ્ર બન્યા. કેટલાકે અર્જુનને વા તે કેટલાકે એના પ્રયત્યને પ્રત્સાહ આપવા

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90