Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 34
________________ પ્રસ્તાવના ૨૫ રાજાની આ દરખાસ્ત કૃષ્ણ વધાવી લે છે અને રાધાવેધ થયા છતાં ફરી સ્વયંવરસભાનું આયોજન કરી ત્યાં પણ દ્રૌપદીને અર્જુનને પસંદ કરતી બતાવી છે. નાટકના અ’તભાગમાં કૃષ્ણ પાસે સ્પષ્ટતા કરાવી છે તેમ આ સ્વયંવરથી દ્રૌપદીના અનુરાગનું પણ પરીક્ષણ થયું એ હકીકત નાટકકારને અહી બતાવવી અભિપ્રેત છે. શૌય અને પ્રેમ એ અને દ્રૌપદીના અનુરાગનાં કારણ બન્યાં એ હકીકત કવિ વધારે સ્પષ્ટતાથી ઉપસાવવા મથે છે. (૬) ઉપર જણાવેલા હેતુ સિદ્ધ કરવા માટે આપણે આગળ નાખ્યુ છે તેમ કવિ મૂળકથામાં નથી એવા સ્વયંવરણના દૃશ્યની ઉદ્ભાવના કરે છે. અહી દ્રૌપદીના અર્જુન તરફના અનુરાગદર્શનની પૂર્વે પ્રતિપક્ષી તરફના દ્રૌપદીના અણગમાનું પણ લાધવથી નિરૂપણ કરાવીને દ્રૌપદીની પસંદગીના અન્વયવ્યતિરેક પરિચય કરાવ્યા છે. કૌરવા અપકષ અને પાંડુપુત્ર અર્જુનના ઉત્કષ" બતાવવાના કવિના હેતુ અહીં આ રીતે સુપેરે પ્રગટ થાય છે. (૭) ખીજા અંકમાં દ્રૌપદી માટે પ્રયેાજાયેલા પાંચાલી શબ્દ અને એની સખી! માટે પ્રયાજેલા બૈદી, માગધી વગેરે શબ્દો પણ ધણા જ સૂચક છે. દ્રૌપદી પાંચાલ દેશના રાળની દીકરી હોવાથી તે પાંચાલી કહેવાતી એ હકીકત જાણીતી હાવા છતાં તેાંધવુ' જોઈએ કે અહી' કવિના ચિત્તમાં વૈદી', પાંચાલી વગેરે રીતિને ખ્યાલ જ સ્પષ્ટ છે. અહી વૈદભી', માગધી વગેરે શબ્દો રીતિ કે શૈલીના દ્યોતક છે અને કવિએ જે તે શૈલીના નામ સાથે શૈલીને અનુરૂપ કથેાપકથન મૂકવાના પ્રયત્ન કર્યાં જણાય છે. (૮) નાટકમાં કૃષ્ણ અને પાંડવાનુ જે રીતનુ ચરિત્રચિત્રણ થયું છે તે જોતાં નાટકકારતા મહાભારતના ઊ'ડા અને વ્યાપક અભ્યાસ અને મહાભારતની સમગ્ર કથાનો પરિચય પ્રગટ થાય છે. કવિના નાન્દીશ્લોકના સ્તુત્યદેવ ત્રિપુરાન્તકની કથાનુ કણ પર્વના ૨૪મા અધ્યાયમાં વન છે. આ ઉપરાંત નાટકમાં પરશુરામે ક તે પાંચ ખાણુ આપ્યાં હોવાનો ઉલ્લેખ છે. કવિને આ વિચારની પ્રેરણા કણ'પ'ના નીચેના શ્લોકોમાંથી મળી હોવાની સભાવના છે :

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90