Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ પ્રસ્તાવના चापं पुरा दुरधिरोपमिदं पुरारेः । १.१६ એ તે સ્પષ્ટ છે કે કવિના ચિત્તમાં અહીં રામાયણના સીતાસ્વયંવરને પ્રસંગ રમે છે. રામાયણમાં રાજાએ જેને 'ચકવા તે શું, ખસેડવા પણ સમર્થ નહતા તે ધનુષ્ય મહાદેવજીનું હતું એ સ્પષ્ટ નિર્દેશ છે. (રામાયણ: બાલકાંડ અ. ૬પ, બ્લેક ૯ થી ૧૩) રામાયણની આ વિગતને કવિએ અહીં બેધડક ઉોગ કર્યો છે અને એ રીતે લક્ષ્યવેધની દુષ્કરતાને વધારે સઘન બનાવી છે. મૂળકથાનકમાં ક્ષત્રિયવીરેને ધૃષ્ટદ્યુમ્ન લક્ષ્યવેધ અંગે જે સમજ આપે છે તે આ પ્રમાણે છે : “હે રાજાઓ, આ ધનુષ્ય છે, આ નિશાન છે અને આ બાણે છે. પાત્રના છિદ્રમાંથી આકાશચારી આ પાંચ બાણ વડે લક્ષ્યને વિધે. જે કુલીન, રૂપવાન અને બળવાન પુરુષ આ કાર્ય કરશે તેને મારી બહેન કૃષ્ણ આજે જ વરશે.”૪ કવિ વિજયપાલે દ્રૌપદી સ્વયંવર' નાટકમાં આ લક્ષ્યવેધને આથી પણ વધારે દુર્ભેદ્ય બતાવ્યું છે. નાટકમાં જણાવ્યું છે તેમ એક મેટા થાંભલા પર ડાબી બાજુએ ચકકર ચક્કર ફરતા મોટા ચક્રની ઉપર હાલતી માછલીની ડાબી આંખની કીકી વીધવાની હતી, અને તે પણ તેલ ભરેલી કડાઈમાં એનું પ્રતિબિંબ નિહાળીને. આમ કલ્પનાની પાંખે લક્ષ્યવેધને વધુ ને વધુ મુશ્કેલ થતે ચીતરીને કવિ પ્રસંગને ચમત્કૃતિપૂર્ણ બનાવવા પ્રયાસ કરે છે. અહીં એ બાબત નેંધપાત્ર બની રહે છે કે કડાઈમાં જોઈને લક્ષ્યને વધવાની વાત મહાભારતની ઉત્તરીય વાચનામાં છે ખરી પણ મહાભારતની સમીક્ષિત વાચનામાં તે ક્ષેપક માલૂમ પડી છે. મૂળકથામાં આ લક્ષ્યવેધનું કેઈ નામ પાડવામાં આવ્યું નથી. મત્સ્યવેધ પણ નહિ. અહીં કવિએ લક્ષ્ય તરીકે માછલી કલ્પી છે, અને આ લક્ષ્યવેધનું રાધાવેધ” એવું નામ પણ પાડી આપ્યું છે. ધનુષ્યધારીઓ જે ચમત્કારિક લક્ષ્ય વેધ કરે છે એને માટે રાધાવેધ શબ્દ પ્રયોજાય છે. જો કે કવિએ અહીં રાધાવેધ શબ્દ હેતુપુર:સર પ્રત્યે જણાય છે. રાધા શબ્દ સામ્યથી કૃષ્ણને એમની રાધાને યાદ કરી રોમાંચિત થતા બતાવ્યા છે. (૪) લક્ષ્યવેધ કરવામાં નિષ્ફળ ગયેલા રાજવીઓની નિષ્ફળતાનું વિશેષ વર્ણન મૂળમાં એટલે કે મહાભારતમાં નથી. મહાભારતકારે આને માટે માત્ર ચાર

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90