Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 30
________________ પ્રસ્તાવના . ૨૧ ઉલ્લેખ કરે છે. (૧-૧૭૭, ૧૬ થી ૧૮) મૂળકથામાં શ્રીકૃષ્ણ સ્વયંવરસભામાં દ્રૌપદીની બાબતમાં નિઃસ્પૃહ અને નિરપેક્ષભાવ અનુભવે છે. એમને પાંડ લાક્ષાગૃહમાંથી બચી ગયાને સંદેહ થાય છે અને પિતાનું અનુમાન બલરામ સમક્ષ પ્રગટ પણ કરે છે. અર્જુનને લક્ષ્યવેધ કરતે જોઈને અને ભીમ તથા અજુનને અનેક રાજાઓ સાથે પરાક્રમપૂર્વક લડતા જોઈને કૃષ્ણનું અનુમાન દઢ થાય છે. સ્વયંવરને અંતે કૃષ્ણ તથા પાંડવોના નિવાસસ્થાને જઈને એમને અભિનંદન આપી આવે છે, અને કુત્તા ફેઈ સહિત પાંડવો લાક્ષાગૃહમાંથી બચી ગયા તે બદલ પિતાને હર્ષ વ્યક્ત કરે છે. દ્રૌપદીના પાંડવો સાથે વિવાહ થતાં શ્રીકૃષ્ણ પાંડવોને મોસાળા તરીકે ઘણાં આભૂષણ વગેરે પણ આપે છે. (આદિપર્વ ૧૯૧, શ્લેક ૧૩ થી ૧૯) આટલી વિગત સિવાય શ્રીકૃષ્ણ સ્વયંવરસભામાં પાંડવોના હિતૈષી તરીકે બીજે કઈ સક્રિય ભાગ ભજવતા નથી. પણ દ્રૌપદીસ્વયંવરના રચયિતા શ્રી વિજયપાલના ચિત્તમાં સમગ્ર મહાભારતના શ્રીકૃષ્ણનું રેખાચિત્ર અંક્તિ છે. શ્રીકૃષ્ણ પાંડવોને વખતેવખત જે અમૂલ્ય સહાય કરી હતી એ વિગતેથી નાટકકાર સભાન છે, અને તેથી દ્રૌપદીસ્વયંવરપ્રસંગમાં પણ શ્રીકૃષ્ણને જ કવિએ કેન્દ્રમાં પ્રસ્થાપિત કરી, શ્રીકૃષ્ણ દ્વારા પાંડવોને ઉપકૃત થતા બતાવ્યા છે. પાંડવોના સદાકાળના હિતૈષી તરીકેનું કૃષ્ણનું જે વ્યક્તિત્વ મહાભારતમાં "ઊપસ્યું છે એને જ અહીં કવિએ પ્રાધાન્ય આપ્યું છે. નાટકમાં પ્રારંભની ઉક્તિઓમાં જ કવિએ શ્રીકૃષ્ણમુખે ભીમને કહેવડાવ્યું છે– . 'वत्स ! गण्डवाभ्युदयादन्यन्न वयं कदा किञ्चिदप्युपक्रमामहे' । - પાંડવોના પરમહિતૈષી તરીકે કૃષ્ણ વખતોવખત જે વ્યુહાત્મક અભિગમ અપનાવ્યું હતું તે બધાથી પણ કવિ પરિચિત છે અને તેથી અહીં કૃષ્ણને પાંડવોના પરમ હિતેયી ઉપરાંત એમને એક વ્યુહ મુત્સદ્દી તરીકે ઉપસાવવાને કવિને ઉપક્રમ સ્પષ્ટ જોઈ શકાય છે. કવિના આ કૃષ્ણપરક અભિગમને કારણે કૃષ્ણ નાટકમાં સઘળી ક્રિયાઓના પ્રયજક અને સાધક બની રહ્યા છે. પદે કની સલાહ મુજબ જ સ્વયંવરનું આયોજન કર્યું છે, એટલું જ નહિ પણ સ્વયંવર સભાના સંચાલનને સઘળા દેર પણ કુપદ રાજાએ કૃષ્ણના હાથમાં જ સખે છે એવું નિરૂપણ મૂળ કથામાં કરેલું મહત્વનું અને સૂચક પરિવર્તન છે. મૂળ કથામાં ધૃષ્ટદ્યુમ્ન સ્વયંવરસભાનું સંચાલન કરે છે જ્યારે અહીં કૃષ્ણને જ સર્વેસર્વા બતાવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90