Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 25
________________ ૧૬ દ્રૌપદીસ્વચ વર દ્રૌપદી પોતાના પ્રતિજ્ઞારૂપી સાગરને ભુજબળથી તરી જનારા અજુ નનું આધિપત્ય સ્વીકારે છે. આથી માગધી એને વરમાળા પહેરાવવાના અનુરાધ કરે છે. દ્રૌપદીને અજુન પાસે ઊભી રહેલી જોઈને અન્ય રાજાએ ભેાંઠા પડે છે. દુદ પુત્રીની પસંદગીને અભિનંદે છે. કૃષ્ણ પણ અર્જુન અને દ્રૌપદીનું ગૌરવ કરે છે. રાધાવેધ કરીને અર્જુને દ્રૌપદીને તા જીતી લીધી હતી જ પણ સ્વયંવરમાં દ્રૌપદીના અનુરાગનું પણ પરીક્ષણ થઈ ગયું એમ કહી કૃષ્ણે પ્રસન્નતા અનુભવે છે. કૃષ્ણના ‘બીજુ પણ તમારું શું ભલુ કરું ?' એવા પ્રશ્નના જવાબમાં દ્રુપદરાજા યાગ્ય જમાઈ પ્રાપ્ત કરવા બદલ ધન્યતા અનુભવી પેાતાના સ મનેારથ પૂર્ણ થયાના સ ંતાષ વ્યક્ત કરે છે. કૃષ્ણ ભારત વર્ષમાં સજ્જનોના ઉત્કર્ષ, દુર્જ નાના અપકર્ષી, જયશ્રીનું સંવર્ધન અને ધર્માંના ઉદયથી અભિલાષા પ્રગટ કરે છે ત્યાં નાટક પૂર્ણ થાય છે. દ્રૌપદીસ્વયંવર'ના આ ખીજો અંક કાર્ય વેગ વિનાના હેાવા છતાં પાત્રા લેખનની દૃષ્ટિએ મહત્ત્વના છે. અર્જુને મત્સ્યવેધ કર્યાં તેથી શરત પ્રમાણે દ્રૌપદી એની થઈ ચૂકી હતી જ આમ છતાં રાજીઓની દ્રૌપદીના સ્વયં યર કરવાની દરખાસ્ત કૃષ્ણે સ્વીકારી લીધી એ માત્ર એમના વિધ શાન્ત કરવા માટે નહિ પણ કૃષ્ણ પોતે અકને અંતે જણાવે છે તેમ દ્રૌપદીના અનુરાગનું પરીક્ષણ કરવા માટે પણ ખરી. અજુ ને રાધાવેધનું અસાધારણ પરાક્રમ બતાવ્યુ` તેથી જ દ્રૌપદીએ એને પતિ તરીકે સ્વીકાર્યાં એમ નહિ પણ અર્જુનના વ્યક્તિત્વે એના ચિત્તમાં કેવા મોટા અહેાભાવ ઊભા કર્યાં હતા તે બતાવવું પણ નાટક કારતે અભિપ્રેત છે અને માટે જ મૂળકથામાં પરિવર્તન લાવીને મત્સ્યવેધ અને સ્વયંવરને જુદા જુદા બતાવવાના નાટકકારે પ્રયાસ કર્યાં છે. આ નાટકમાં એ અંકાનુ આયેાજન કરવા પાછળનો હેતુ પણ દ્રૌપદીના સ્વયંવરને મત્સ્યવેષથી અલગ બતાવવાનુ છે. અજુ ને દ્રૌપદીને માત્ર બાહુબળે જ જીતી છે એમ નહિ પણ ગુખળે પણ જીતી લીધી છે એમ દૃઢાવવું કવિને અભિપ્રેત છે. આપણે નોંધવું જોઈએ કે કવિ એમના આ ઉદ્દેશમાં ઠીક ઠીક સફળ રહ્યા છે. દ્રૌપદી અર્જુનને જોઈને કહે છે : આની આ વાત કહીને કરી છે. 'भिन्ना अनेन राधा बाणैगुणैर्मम हृदयम् । रागपरीक्षणम् ॥ अयं स्वयंवराऽमुष्याश्च के શ્રીકૃષ્ણે પ્રકારાન્તરે “યં સ્વયંવરે મુયાય, રાગપરીક્ષળમ્” અજુ નનું ગૌરવ અને દ્રૌપદીની ગુણગ્રાહિતાને ઉઠાવ આપવાની.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90