Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
દ્રૌપદીસ્વયંવર
છે. રાજાઓ એકબીજાને સુચક નજરે નિહાળે છે જે એમને વિરોધ સૂચવે છે. બધા રાજાએ કુપદ સમક્ષ વિરોધ નોંધાવે છે કે બ્રાહ્મણ અદ્વિતીય સદર્ય ધરાવતી દ્રૌપદીને પતિ થઈ શકે નહિ અને વળી એણે પ્રથમ બાણે મત્સ્ય વીંધ્યું નથી તેથી દ્રૌપદીના પતિનો નિર્ણય સ્વયંવરથી થ જોઈએ. કૃષ્ણ રાજાઓની દરખાસ્ત સ્વીકારી લે છે. દ્રુપદ સ્વયંવર સભાની તૈયારી કરવાને આદેશ આપે છે અને બધા સ્વયંવર મંડપમાં જવા રવાના થાય છે ત્યાં પ્રથમ અંક પૂરો થાય છે.
મસ્યવેધના આ સમગ્ર પ્રસંગને કવિએ બને એટલે ચિત્રાત્મક અને રસગર્ભ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રસંગ નાટકનો ગર્ભભાગ છે અને એમાં કવિની શૈલી અને કવિસર્જાતા પ્રગટપણે અભિવ્યક્ત થઈ છે. કવિની ચમત્કૃતિયુક્ત કાવ્યશક્તિને અહીં આપણને પરિચય મળી રહે છે. કૃષ્ણ કરેલું : બધા રાજવીઓના આગમનનું વર્ણન તથા દ્રુપદની પ્રતિજ્ઞાનું વર્ણન તાદશ ચિત્ર ખડું કરે છે. રાધાનું નામ પડતાં જ કૃષ્ણના ચિત્તમાં ઊભા થતા ભાવતરંગે પ્રસંગને એક પ્રકારની હૃદ્ય નજાકત આપે છે. એ પછી અર્જુનના બધા જ પ્રતિપક્ષીઓને પરાજિત કરવા કૃષ્ણ જે માયાવી તરકીબેને આશરો લે છે એનું વર્ણન પણ અદ્ભુત રસ જન્માવે છે અને કવિએ પ્રસ્તાવનામાં કરેલી આ નાટક અદ્દભુત અને વીરરસપૂર્ણ હેવાની પ્રતિજ્ઞાને સાર્થક ઠરાવે છે. શિશુપાલ અને કૃષ્ણના બહુ જાણીતા સંઘર્ષના સંદર્ભને આશ્રય લઈને અહીં પણ કવિએ કૃષ્ણને શિશુપાલનાં કટુવચને સાંભળી લેતા બતાવ્યા છે પણ અંતે કૃષ્ણના હાથે શિશુપાલની હાંસી થતી બતાવીને કવિએ કૃષ્ણના સામને બરાબર ઉપસાવ્યું છે. કૃષ્ણના સામર્થ્યને આ રીતે બરોબર ઉપસાવવા પાછળ કવિને કૃષ્ણ માટે આદરભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. પિતાના સહકાર્યકરોના સામર્થ્યથી ખિન અને લાચાર બનતા દુર્યોધનની પરવશતા પણ બરાબર પ્રગટ થઈ છે. જોકે આખા દક્ષામાં અભુત તત્ત્વને અતિરેક નાટયદષ્ટિએ મયદારૂપ બને તે છે. એ રસક્ષતિ ન કરતે હેય તે. પણું રંગસંચની દષ્ટિએ એની રજૂઆત કે અભિનય મુશ્કેલ બને તેવાં છે. અંતે મત્સ્યવેધ કરવા છતાં રાજાઓએ દુપદને સ્વયંવર કરવાની ફરજ પાડી તેમ હળવી કવિએ મત્સ્યવેધ અને સ્વયંવર એમ બન્નેને જુદાં જુદાં દર્શાવી પિતાનું એક આવું દષ્ટિબિંદુ રજૂ કરવાનું મુનાસિબ માન્યું છે, જે એ પ્રસંગની વિવેચાનામાં નેપ્યું છે.