Book Title: Dropadi Swayamvaram Author(s): Jinvijay, Shantiprasad M Pandya Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi AhmedabadPage 21
________________ ટ્રૌપદીવયંવર રાજસમૂહમાં દુર્યોધન, શિશુપાલ અને પાંચ પાંડવોના આગમનની નોંધ લે છે. મંડપમાં એકબાજુ ઊભેલા પાંચાલરાજ શિવના ધનુષ્યને પણ નિર્દેશ કરે છે. રાધાનું નામ પડતાં જ શ્રીકૃષ્ણને રાધા યાદ આવી જાય છે અને કંઈક આતુરતા અનુભવતા થાય છે. શ્રીકૃષ્ણને લાગે છે કે આ રાધાસ્ય કરતાં પણ રાધાનું મન દુર્ભેદ્ય છે. એ પછી રાજા દ્રુપદ અને કૃષ્ણ પરસ્પર અભિવાદન કરે છે, દ્રુપદ રાજા કૃષ્ણને રાધાવેધની કાર્યવાહીનું સંચાલન કરવાની વિનંતી કરે છે. કૃષ્ણ દ્રુપદ રાજાની વિનંતીને સ્વીકાર કરીને જે રીતે મત્સ્યવેધ કરવાને છે એની વિગતે સમજણ આપે છે. તેઓ કહે છે કે આ સભાની દક્ષિણે આવેલા મોટા થાંભલાની ડાબી બાજુએ ચક્કર ચક્કર ફરતા ચક્રમાં એક ચંચળ માછલીની ડાબી આંખની કીકી બાણથી વીંધવાની છે અને તે પણ તેલભરેલી કડાઈમાં મેં જેઈનેસામે પડેલા મહાન ધનુષ્યને ધારણ કરી જે આ રાધા માછલીને વીંધશે એને પૃથ્વી ઉપર અન્ય સ્વરૂપે અવતરેલી લક્ષ્મી જેવી દ્રૌપદી સ્વયં વરશે. આ પ્રમાણે સ્વયંવરની શારત અને સિદ્ધિની વાત કરી કૃષ્ણ, દુર્યોધન તરફ દષ્ટિપાત કરે છે, અને મત્સ્યવેધ કરવા આવાહન આપે છે. દુર્યોધન યુવરાજ દુઃશાસનને એ માટે આદેશ આપે છે. દુઃશાસન મત્સ્યવેધ માટે રાખવામાં આવેલા ધનુષ્યના ટુકડે ટુકડા કરી નાખવાને મનસૂબો સેવ ગર્વથી ઊભે થાય છે. પણ એ ધનુષ્ય પાસે પહોંચતાં જ પછડાય છે. કૃષ્ણ ઊંધે માથે પડેલા એની ઉપહાસપૂર્વક નેંધ લે છે. પછી દુર્યોધન મામા શકુનિને સારા શુકન જોઈ એ કામ નીપટવા સલાહ આપે છે. આમાં વળી શુકન શા જોવાના? એવાં ઉદ્ધત વચનો બોલીને ફરી એકવાર તે ગવપૂર્વક શરસંધાન કરવા પ્રવૃત્ત થાય છે. શનિ કદાચ સહેલાઈથી બાણ ચઢાવી જશે એમ માની કૃષ્ણ માયા પ્રેરે છે અને વેતાલ મંડલ તથા બિભીષિકાનું સર્જન કરે છે. શકુનિ જે ધનુષ્ય ઉઠાવવા જાય છે ત્યાં વેતાલના સમૂહને જોઈને કંપી ઊઠે છે અને ભયભીત થયેલો ત્યાંથી ખસી જાય છે. શકુનિની અવદશા નિહાળી દુર્યોધન દ્રોણ તરફ સૂચક નજર નાખે છે. દ્રોણને હવે આ ઉમ્મરે આ પ્રકારનાં કાર્યોમાં રસ નથી, તે પણ દુર્યોધનને ખાતર તે આ કામ કરવા તૈયાર થાય છે અને ધનુષ તરફ દોડે છે. કૃષ્ણ અંતરિયાળ નિબિડ અંધકારનું સર્જન કરે છે. અંધકારથી દષ્ટિ નિષ્ફળ જતાં દ્રોણ પાછા ફરે છે અને દુર્યોધન સમક્ષ પોતાની લાચારી પ્રગટ કરે છે. દુર્યોધન હવે ભીષ્મ પિતામહ સામે જુએ છે પણ તેઓ તે લજજાથી અવરુદ્ધ છે. અંતે દુર્યોધન કર્ણને રાધાવેધ માટે પ્રોત્સાહિત કરે છે. કર્ણ ધનુષ્યની ક્ષમતામાં પણ સંદેહ પ્રગટ કરી પિતાને ગર્વ વ્યક્ત કરે છે અને ગમે એવા દુષ્કરે કર્મને પણ કરીPage Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90