Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૧
છે. આજ્ઞા મળતાં બ્રાહ્મણ વેશધારી ભીમ ત્યાં પ્રવેશે છે. યાચકના આકાર અને વેશની વિસંવાદિતા તરત કનુ લક્ષ્ય ખેચે છે પણ દાન આપવા પ્રતિબદ્ધ કણ એથી ચિ ંતિત થયા વિના પુરાહિતને બ્રાહ્મણની ઇચ્છા જાણવા આદેશ આપે છે. સંવાદાત્મક શ્લોકમાં ભીમ પુરૈાહિત દ્વારા પ્રસ્તુત કરાતાં બધાં જ ભૌતિક સુખાનાં પ્રલાભનેાને ખાળતા રહે છે. ફરી એકવાર કણ પોતે ભીમતે કેટલીક દુર્લભ વસ્તુઓ આપવા જણાવે છે. એક ક્ષણે તે પેાતાનું મસ્તક સુધ્ધાં આપવા જણાવે છે. ભીમને શું જોઈતું હશે એ વિચારે ભારે ઉત્કંઠિત થયેલા ફણ ભીમને જે માંગવુ હાય તે માગી લેવા જણાવે છે, જેના જવાબમાં ભીમ રાધાવેધ માટે એ ખાણા આપી દેવાની વિન ંતી કરે છે. કણુને લાગે છે કે બ્રાહ્મણેાના આ મનેરથ બ્રાહ્મણને નહિ પણ કાઈ ક્ષત્રિયને છાજે તેવા છે. આમ છતાં તે કોઈ પણ જાતના દ્વિધાભાવ અનુભવ્યા વિના પોતાના પ્રતિહારને ભાણના ભાથા લઈ આવવા જણાવે છે. ભીમ એ ભાથામાંથી એ બાણા પસંદ કરી લે છે. પ્રતિહાર કંઈક ખિન્ન થાય છે પણ કણ તા તે ખાણે સહ ભીમને સાંપી દે છે. કણ પણ કંઈક યાદ કરીને રાધાવેધ કરવા તૈયાર થયેલા દુર્યોધન પાસે જવા તત્પર બને છે.
પ્રસ્તાવના
કણ પાસે ભીમે કરેલી એ બાણાની યાચનાના આ પ્રસંગ કવિ વિજયપાલનું ઉમેરણ છે. 'મહાભારત'માં અને ભાસના ‘ક`ભાર'માં કર્ણના કવચકુંડલાવરણના જે પ્રસંગ છે તેનાથી કબિ સ્પષ્ટપણે પ્રભાવિત થયા જણાય છે. કના યાચકા માટેના આદર અને એની દાનવીરતાને ઉઠાવ આપવાને કવિને આશય અહીં બરાબર સિદ્ધ થાય છે. ક અને પ્રતિહારના, પ્રતિહાર અને ભીમના તથા કણ અને ભીમના સવાદો શ્લેાકાત્મક શૈલીમાં મૂકવાની કવિની રીત આયાસજન્ય હોવા છતાં તે ચમત્કૃતિ જન્માવવામાં સફળ થાય છે. એ બાણા અંગેના પ્રતિહારના ઉદ્ગાર (૧-૧૩) કાવ્યાત્મક છે અને કવિની કલ્પના-શક્તિને પ્રગટાવે છે.
૪, રાધાવેધપ્રસંગ :
ભીમ બાણ લઈને ભાઈએ પાસે આવે છે. અદ્ભુત શાભાવાળા રાધામંડપને જોઈને બધા ભાઈ એ આશ્ચય ચકિત થાય છે. વિવિધ દેશમાંથી આવેલા રાજાએ મંડપમાં ગોઠવાય છે. મડપ વચ્ચે સ્થંભ પાસે દ્રુપદ બેઠા છે. મડપના એક ભાગમાં બેઠેલા યુધિષ્ઠિર વગેરે એમના સદાકાળના હિષી કૃષ્ણની સચિત પ્રતીક્ષા કરે છે. એટલામાં જ સભામાં પ્રવેશેલા કૃષ્ણ મંડપમાં ઉપસ્થિત થયેલા.