Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પ્રસ્તાવના
કવિએ શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું એના પૌરાણિક સંદર્ભ સહિતનું જે રીતનું કાવ્યમય વર્ણન કર્યું છે તે કવિને હિન્દુ પુરાણ સાથે ગાઢ સંબંધ પ્રગટ કરે છે. લક્ષ્મી અને લક્ષ્મીપતિને કવિએ કરેલે મહિમા પણ આ જ અનુમાનને પુષ્ટ કરે છે. શિવે કરેલા રાક્ષસના ત્રિપુરસંહારની ક્યા મહાભારતના કર્ણ પર્વના અધ્યાય ૨૪૭માં આપવામાં આવી છે.
કવિના સમયમાં પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ નામની ભવ્ય ઈમારત અસ્તિત્વ ધરાવતી હશે અને એ ઈમારતમાં આ પ્રકારનાં નાટક ભજવાતાં હશે એ પણ સ્પષ્ટ થાય છે. છે. શ્રી સોમપુરાએ મેરતુંગના “પ્રબંધચિંતામણિને આધારે નેવું છે કે મૂળરાજે અણહિલવાડ પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ મંદિર બાંધ્યું હતું. શ્રી સોમપુરાએ એમ પણ નોંધ્યું છે કે મૂળરાજ ૧લ અને ભીમદેવ ૧ લા એમ બન્નેએ ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યા હોય. જો કે એ પણ શક્ય છે કે ભીમદેવ ૧લાએ પિતાના અકાળે અવસાન પામેલા પુત્ર મૂળરાજની સ્મૃતિમાં બંધાવેલી ઇમારતને પરવતી લેખકેએ મૂળરાજ ૧લા એ બંધાવેલી માની હેય. આ પ્રસ્તાવનામાંથી એ પણ સ્પષ્ટપણે જાણવા મળે છે કે કવિ વિજયપાલ અભિનવ સિદ્ધરાજ' બિરુદ ધારણ કરનાર ભીમદેવ ર જાના દરબારમાં રહ્યો હશે અને એના સમયમાં આ પ્રાચીન ઇમારત અસ્તિત્વ ધરાવતી હશે.
કવિના સમયમાં સાહિત્ય ચોરીની પ્રથા બરાબર ચાલતી હશે અને એક નટ મંડળીએ તૈયાર કરેલા નાટકના કથાવસ્તુને આધારે બીજી નદમંડળી એવું જ નાટક તૈયાર કરીને ભજવતી હશે અને એ રીતે નટમંડળીઓમાં તીવસ્પર્ધા પ્રવર્તતી હશે.
લક્ષ્યવેધને માટે પ્રયોજેલે “રાધાવેધ' શબ્દ કોઈ બાબતને સૂચક જણાય છે. બાણાવળીઓ દ્વારા કરાતા વિચિત્ર લક્ષ્યવેધને રાધાવેધ કહેવાય છે. દ્રૌપદી
સ્વયંવરમાં નક્કી કરવામાં આવેલું લક્ષ્ય માછલી જ હતું એમ મહાભારતમાં બેંધાયું નથી પણ આ નાટકકાર સ્પષ્ટ રીતે એને માછલી તરીકે કરે છે અને એને રાધાવેધ નામ આપે છે. તે કઈ બાબતનું સૂચક હશે એમ જણાય છે.
કવિની આ પ્રસ્તાવના પ્રયોગતિશય પ્રકારની છે અને કવિ એને માટે મામુલ શબ્દ પ્રયોજે છે. ૨. કૃષ્ણનું આગમન અને ભીમને બાણ લઈ આવવાને આદેશ :
પ્રસ્તાવના પૂરી થતાં જ સૂચવાયા પ્રમાણે કૃષ્ણ રંગમંચ ઉપર પ્રવેશે છે.