Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 17
________________ પ્રકરણ : ૨ : ૧ દ્વિપદી સ્વયંવની વસ્તુસંકલના અંક પહેલો ૧ નાની અને પ્રસ્તાવના : મહાકવિ વિજયપાલરચિત દ્રૌપદીસ્વયંવરને પ્રારંભ સંસ્કૃત શિષ્ટજનોની પરિપાટી પ્રમાણે નાદી લેકથી થાય છે. પ્રારંભમાં કવિ ભગવાન શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું વર્ણન કરી એમને વિજય ગાય છે. બીજા લેકમાં લક્ષ્મી અને લક્ષમીપતિનું વર્ણન કરી એમનું રક્ષણ માંગ્યું છે. નાન્દી પછી સૂત્રધાર પિતાના પરિપાકને બોલાવે છે અને અભિનવ સિદ્ધરાજ મહારાજ શ્રી ભીમદેવનું ગૌરવ કરતાં કેટલાંક વિશેષ પ્રજી એમના દ્વારા આપવામાં આવેલા નાટક ભજવવાના આદેશની એને જાણ કરે છે. સાથે સાથે ઉમેરે છે કે વસંતઋતુમાં ત્રણે ભુવનેના અદ્ભુત પ્રભાવ અને વૈભવને પ્રગટ કરનારા ત્રિપુરુષપ્રાસાદ સમક્ષ અણહિલપુર પાટણને ઘેલું લગાડનાર નાટક ભજવવાનું છે. પારિવાર્ષિક પોતાના મનની શંકા પ્રગટ કરતાં સૂત્રધારને જણાવે છે કે રાજાનું મન બહેલાવવા તેઓ જે નાટકને અભિનય કરવા પ્રવૃત્ત થયા છે તે જ નાટક બીજા કપટ કરવામાં નિપુણ નટએ ભજવવાનું શરૂ કર્યું છે તે શું કરવું ? સૂત્રધાર કહે છે કે તે કપટીઓએ નાહકને ઉજાગરે વહેરી લીધો છે. કંઈ ઉંદરના ચામડાથી હાથીને બાંધવાની સાંકળ તૈયાર ન થાય કે અગણિત આગિયાઓથી ચંદ્રનું પ્રયોજન પણ પૂર્ણ ન થાય તેથી આ બાબતમાં બહુ ચિંતિત થવાની જરૂર નથી એમ સૂત્રધારને લાગે છે. સૂત્રધારનાં વચનેથી નચિંત અને ઉત્સાહિત થયેલે પારિપાર્ષક અભિય રૂપકને પરિચય આપવા જણાવે છે, જેના જવાબમાં સૂત્રધાર કવિરાજ (શ્રીપાલ)ના પુત્ર સિદ્ધપાલના પુત્ર મહાકવિ વિજયપાલે રચેલું દ્રૌપદીસ્વયંવર' નામનું અદ્ભુત અને વીરરસપ્રધાન રૂપક ભજવવાને અભિલાષ પ્રગટ કરે છે. એટલામાં નેપથ્યમાંથી કામદેવને મહિમા પ્રગટ કરતા ગીતના સ્વરે સંભળાય છે. સૂત્રધાર નટના શાનદાર પ્રારંભને પ્રશંસે છે અને દ્રૌપદીસ્વયંવર નિમિત્તે કરવા માટે પ્રવૃત્ત થયેલા અજુનના સહાયક શ્રીકૃષ્ણના આગમનનું સૂચન કરી પારિપાWક સાથે ચાલ્યો જાય છે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90