Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 12
________________ પ્રસ્તાવના મુનિશ્રી જિનવિજ્યજી, શ્રી હી ૨. કાપડિયા અને બીજા ઘણા વિદ્વાને શ્રીપાલ કવિને પિરવાડ વંશને જેન કવિ માને છે. ઉપર નોંધ્યું છે તેમ મુનિશ્રી એને વિમલશાહને વંશજ પણ ગણે છે. જોકે વિજયપાલના દ્રૌપદી-સ્વયંવરના નાન્દી લેકે અને શ્રીપાલની “વડનગરપ્રાકારપ્રશસ્તિ”ના લોક વિજયપાલ અને એના પૂર્વ હિન્દુ ધમી હવાને વાજબી સંકેત કરતા જણાય છે. દ્રૌપદીસ્વયંવરના પ્રથમ શ્લેમાં કવિ વિજયપાલ ભગવાન શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું વર્ણન કરી શિવ મહિમા ગાય છે. રાક્ષસોનાં ત્રણ નગરના શિવે જુદા જુદા દેવેની મદદથી કરેલ નાશની કથા ખૂબ જાણીતી છે. દક્ષિણ ભારતમાં એનાં શિલ્પ છે. શિવના ત્રિપુરાત્મક સ્વરૂપનું કવિએ જે સુરેખ અને સસંદર્ભ વર્ણન કર્યું છે તે કવિને આ પૌરાણિક કથાનકને ઊંડો પરિચય બતાવે છે. આ કથા મહાભારતના કર્ણ પર્વના અધ્યાય ૨૪ માં આપવામાં આવી છે. આ ઉપરાંત “શિવપુરાણ”, “શિવમહિમ્ન સ્તોત્ર' વગેરેમાં પણ આ કથાને ‘ઉલ્લેખ છે. બીજા નાદીર્લોકોમાં લક્ષ્મીપતિ વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે, એમાં કવિને દેવી લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુ તરફને આદર પ્રગટ થાય છે. કવિએ દ્વિપદી સ્વયંવર નાટકમાં ભગવાન કૃષણને પણ જે રીતે કેન્દ્રસ્થાને મૂકી એમના વ્યક્તિત્વને ઉઠાવ આપવાનો પ્રયત્ન કર્યો છે તે કવિતા એમને માટેનો ઊડે આદર અભિવ્યક્ત કરે છે. દ્રૌપદીસ્વયંવર'નું વાચન કરતાં કવિ જૈન હશે એમ જરા પણ લાગતું નથી. ઊલટાનું તે હિન્દુધમી હોય એમ પ્રતીત થાય છે. એટલે વિજયપાલ જ નહિ પણ એના પૂર્વજો પણ હિન્દુ ધમી હશે એમ વિચારણા કરવાનું પ્રાપ્ત થાય છે. શ્રીપાલે રચેલી “વડનગરપ્રાકારશસ્તિના પ્રારંભમાં ભગવાન શિવને પ્રણામ કરી પ્રથમ ક્યાં એમની સંક૯પશક્તિને પ્રણામ કર્યા છે. આ જ પ્રશસ્તિના અઢારમા લેકમાં ગણેશનો અને શત્રમંડળનો સંહાર કરનાર દેવીમંડળને પણ ભાવપૂર્વક ઉલ્લેખ છે. પંદરમા શ્લેકમાં ચંડીને રક્ત પીને પ્રસન્ન થતાં દેવી તરીકે ઉલ્લેખ છે. વીસમા અને એકવીસમા લોકમાં અનુક્રમે બ્રહ્માજીએ કરેલા મહાયને અવસરે ઊભા કરેલા યજ્ઞથંભોનો અને બ્રાહ્મણના અવિરત વેદોષનો - ઉલેખ છે. બ્લેક-૧૪માં પૃથ્વીને ઉદ્ધાર કરનાર સિદ્ધરાજ જયસિંહને દેવાધિદેવ મહાદેવની આજ્ઞાથી પૃથ્વીને ઉદ્ધાર કરનાર ભગવાન વિષ્ણુ સાથે સરખાવ્યા છે. જ્યારે કુમારપાલને વર્ગમાંથી ઉતરેલા હરિ સાથે સરખાવ્યો છે. થાક ૨૩માં

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90