Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
23
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકાવાસકારની હૃદયોર્મિ પૂર્ણ વીતરાગ ચૈિતન્ય સ્વરૂપમાં અપૂર્વ લીનતા-તન્મયતા-એકરસતા આવવા સ્વરૂપ અપૂર્વકરણ જ્યારે પ્રગટે છે, ત્યારે જીવ અપૂર્વ વર્ષોલ્લાસથી નિર્ભયપણે ગ્રંથિભેદ કરે અને દર્શનસપ્તકનો છેદ કરે છે.
કદી ન અનુભવેલ સાત્ત્વિક, તાત્વિક, આધ્યાત્મિક એવા આનંદને અનુભવીને પોતાની પાવન ભાવધારાને જીવ ખંડિત થવા દેતો નથી. નિર્મળ ભાવધારામાં જીવ આગેકૂચ કરે છે. આ રીતે અનિવૃત્તિકરણમાં જીવ પ્રવેશ કરે છે. નિરાગ્રહી અને નિખાલસ અંતઃકરણમાં પ્રગટતા વર્ધમાન વૈરાગ્યભાવ તથા ઉપનાતીત ઉપશમભાવ દ્વારા સહકમળને જીવ મૂળમાંથી ઉખેડે છે. તન, મન, વચન, કરણ (ઈન્દ્રિય) વગેરેથી ભિન્ન અવિનાશી, અસંગ આત્મતત્ત્વની અપરોક્ષ અનુભૂતિ થાય છે. પોતાના ચિદાકાશમાં સમ્યગ્દર્શનનો સૂરજ ઉગે છે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે શુદ્ધાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભેદ પાડ્યા વિના આખા નિજ શુદ્ધસ્વભાવને એકીસાથે નિર્વિકલ્પપણે સમકિતી અનુભવે છે. નિજવસ્તુના શુદ્ધસ્વરૂપને ગ્રહણ કરીને તેનો યથાર્થ અનુભવ કરે છે. પોતાના જ સિદ્ધસ્વરૂપનું આંશિક વેદન-સંવેદન કરે છે. અપૂર્વ ચિદાનંદરસનું સંવેદન થતાં સમકિતીનો ઉપયોગ અંદરમાં રાગાદિથી ભિન્ન થાય છે અને પોતાના પ્રગટ શુદ્ધચૈતન્યરસમાં મગ્ન થઈને પોતે પોતાની અનુભૂતિ કરી લે છે. નિજ શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો સમસ્ત ખજાનો સ્વકીય આત્મપ્રદેશોમાં જ હર્યોભર્યો અનુભવાય છે. અવિકારી નિજ ચૈતન્યરસથી તરબોળ બનેલા સ્વાત્મદ્રવ્ય -ગુણ-પર્યાયોમાં અભેદઅનુભૂતિ સ્વરૂપ પોતાનું સર્વસ્વ પ્રગટ થતાં જ આત્માની અપૂર્વતા, દિવ્યતા, ધન્યતા અનુભવાય છે. જીવનની કૃતાર્થતા પ્રતીત થાય છે. આત્મદ્રવ્યના ચૈતન્યથી ઝળહળતા નિર્મલ ગુણો સાનુબંધપણે પ્રગટ થાય છે અને પ્રગટ પર્યાયો નિર્મળ થતા જાય છે. શુદ્ધદષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ સાધકને દિવ્યદૃષ્ટિ આપે છે. નિરંતર ગુણદર્શન-ગુણસંવેદન-ગુણસ્મરણથી સાધક અભિનવ ગુણનું પણ સ્પર્શન કરે છે. જ્ઞાનસ્વભાવમાં સાધક ઠરે છે. જ્ઞાનામૃતના આચમન સાથે પોતાના અનંત ગુણોનો રસાસ્વાદ તેને અંદરમાં જ આવે છે. અંદરમાં સિદ્ધસમાન નિજસ્વરૂપ ભાસે છે. સર્વ જીવો પણ સિદ્ધસમાન જણાય છે. સર્વ જીવોમાં સિદ્ધપર્યાયની ઉન્નેક્ષા, પોતાના સિદ્ધપર્યાયની ઉપેક્ષા થવા દેતી નથી. આ છે નિર્મળ સમ્યગ્દર્શનનો, સ્થિરા દૃષ્ટિનો (પાંચમી યોગદષ્ટિનો) ચિતાર. - ત્યાર બાદ અપ્રશસ્ત પ્રવૃત્તિ ભારબોજરૂપે અનુભવાય છે. સંસાર વેંઢારવો અસહ્ય બને છે. પ્રશસ્ત પ્રવૃત્તિ પણ કાંઈક અંશે બોજરૂપ લાગે છે. પરમ શાંત નિવૃત્તિમય એવા આત્મદ્રવ્યના પરમાનંદનો રસાસ્વાદ માણવાથી અંતઃકરણ બાહ્ય પ્રવૃત્તિનો ઈન્કાર કરે છે. બહિર્મુખી ચિત્તવૃત્તિપ્રવાહ ઉપર વૈરાગ્યનો પ્રહાર પડે છે. ચિત્તવૃત્તિની બહારમાં ઉત્સુકતા મરી પરવારે છે. કેવળ કર્મોદયના ધક્કાથી સાંસારિક પ્રવૃત્તિમાં નિર્મળ સમકિતી જ્યારે જોડાય છે ત્યારે અંદરમાં પ્રવૃત્તિરહિત થવાના પ્રણિધાનની તીવ્રતા હોવાથી તે તેમાં ન છૂટકે, નીરસપણે જોડાય છે. સ્વાત્મદ્રવ્ય તરફ ચિત્તવૃત્તિપ્રવાહને વહેવડાવવા સ્વરૂપ આત્મરમણતા માટે નિર્મળસમ્યગ્દર્શની તડપે છે. નિજસ્વરૂપમાં ઠરવા માટે તે તલસે છે. કરણાતીત -કલ્પનાતીત-કર્માતીત ચેતનદ્રવ્યમાં લીન થવા માટે તે ઝૂરે છે. શક્તિને છૂપાવ્યા વિના, બિનજરૂરી પાપપ્રવૃત્તિને તે છોડે છે. જરૂરી પાપપ્રવૃત્તિને પણ ઘટાડે છે. આ રીતે પલ્યોપમપૃથક્ત જેટલી કર્મસ્થિતિ ઘટતાં સાધક દેશવિરતિને મેળવે છે. દેહાદિમાં અહંભાવ તૂટવાથી, ઈન્દ્રિયાવ્યાસ છૂટવાથી તથા વિભાવ ૧. યોગબિંદુ-૨૦૫ ૨. પંચવસ્તુક-૯૧૯ + વિશેષાવશ્યકભાષ્ય-૧૨૨૨