________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૭૫ શ્રીમદ્ આચાર્યવર અમૃતચંદ્રસૂરિ વિરચિત શ્રી સમયસાર-કલશની
પં. શ્રી રાજમલજીકૃત કલશ ટીકા-કલશ-૨૭૧ न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्र-भावोऽस्मि।
ખંડાન્વય સહિત અર્થ:- “ભાવ: ” હું વસ્તુ સ્વરૂપ છું. વળી કેવો છે? “જ્ઞાનમાત્ર” ચેતનામાત્ર છે સર્વસ્વ જેનું એવો છું. “5:” સમસ્ત ભેદ-વિકલ્પોથી રહિત છું. વળી કેવો છું? “સુવિશુદ્ધ:” દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિથી રહિત છું. વળી કેવો છું“pળે ન ઉડ્ડયા”િ જીવ સ્વદ્રવ્યરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; “ક્ષેત્રે જ ઉન્ડયામિ” જીવ સ્વક્ષેત્રરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; “વાનેન ન ૩યાનિ” જીવ સ્વકાળરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; “ભાવેન ન વધ૩યાનિ” જીવ સ્વભાવરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું. ભાવાર્થ આમ છે કે એક જીવવસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવરૂપ ચાર પ્રકારના ભેદો દ્વારા કહેવાય છે તો પણ ચાર સત્તા નથી, એક સત્તા છે. તેનું દષ્ટાંત- જેમ એક આમ્રફળ ચાર પ્રકારે છે એમ તો ચાર સત્તા નથી. તેનું વિવરણ- કોઈ અંશ રસ છે, કોઈ અંશ છોતરું છે, કોઈ અંશ ગોટલી છે, કોઈ અંશ મીઠાશ છે, તેમ એક જીવવસ્તુ (વિષે) કોઈ અંશ જીવદ્રવ્ય છે, કોઈ અંશ જીવક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાળ છે, કોઈ અંશ જીવભાવ છે, એ પ્રમાણે તો નથી, એવું માનતાં સર્વ વિપરીત થાય છે. તેથી આ પ્રમાણે છે કે જેમ એક આમ્રફળ સ્પર્શ-રસ-ગંધ-વર્ષે બિરાજમાન યુગલનો પિંડ છે, તેથી સ્પર્શમાત્રથી વિચારતાં સ્પર્શમાત્ર છે, રસમાત્રથી વિચારતાં રસમાત્ર છે, ગંધમાત્રથી વિચારતાં ગંધમાત્ર છે, વર્ણમાત્રથી વિચારતાં વર્ણમાત્ર છે; તેમ એક જીવવસ્તુ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવે બિરાજમાન છે, તેથી સ્વદ્રવ્યરૂપે વિચારતાં સ્વદ્રવ્યમાત્ર છે, સ્વક્ષેત્રરૂપે વિચારતાં સ્વક્ષેત્ર માત્ર છે, સ્વકાળરૂપે વિચારતાં સ્વકાળમાત્ર છે, સ્વભાવરૂપે વિચારતાં સ્વભાવમાત્ર છે. તેથી એમ કહ્યું કે જે વસ્તુ છે તે “અખંડિત” છે. “અખંડિત” શબ્દનો આવો અર્થ છે.
(શાલિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। શેયો શેયજ્ઞાનવરત્નોનવીન જ્ઞાનશેયજ્ઞાતૃમસ્તુમાત્રા (૮-૨૭૧)
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે શેય-જ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક, પુદ્ગલથી માંડીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com