________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-ર૭૧
૨૦૭ હોય ને...!) આંહી, શું કહે છે જુઓ (શ્રોતાઃ ગુરુ બતાવનાર છે ને...!) જયારે પોતે પોતાને બતાવે છે ત્યારે પોતે પોતાનો ગુરુ (શ્રોતા પહલે તો ચાહિએ ન..!) પહેલાં પછી કાંઈ છે જ નહીં આમાં. એવી વાત છે ભઈ. ગુરુની વ્યાખ્યા નહોતી આવી?
સમાધિશતક' માં કે જે કોઈ તત્ત્વને સમજાવે તે ગુરુ, તો પોતે પોતાને સમજાવે તત્ત્વને કે આવો છું. ને ભાઈ આવો છું ને ભાઈ માટે તું તારો ગુરુ શેઠી આહાહા ! (શ્રોતા સમજાવે તબ સમજમેં આવે ને..!) ઈ પોતે સમજે ત્યારે સમજમાં આવે. બીજાથી સમજવામાં કાંઈ આવતું નથી, બીજું તો શેય છે એમ કહે છે. આંહીતો શું કીધું? એ ગુરુ અને ગુરુની વાણી તો ય પણ એટલો જ્ઞાનનો પર્યાય, એટલું શેય પણ હું નહીં એમ કહે છે. અને તે જ્ઞાનની પર્યાય વાણી અને ગુરુથી થઈ છે એમેય નહીં. શું કીધું? વર્તમાન જ્ઞાનની એક સમયની પર્યાય છે, એમાં ગુરુ-દેવ અને શાસ્ત્રો, એ તો શેય છે. હવે એ શેય છે એ જાણ્યું એ શેયને લઈને નહીં, પોતાની પર્યાયને લઈને જાણ્યું કે આ છે. પણ એ પર્યાયે જાણ્યું એટલો ય તે હું નહીં. એમ કહે છે. આહાહા! સમજાણું કાંઈ ? આહાહા !
વીતરાગમાર્ગના રહસ્યો અલૌકિક માખણ છે માખણ આહાહાહા ! ઠરીને ઢીમ થઈ જાય એવું છે એવો વસ્તુ ભગવાન.
કહે છેઃ ઈ છ દ્રવ્યને જાણવામાં એમાં દેવ ગુરુ ને વાણી આવી ગયાં કે નહીં અને શાસ્ત્રો-આ બધાં શાસ્ત્રો આવી ગયા કે નહીં જોય એ શાસ્ત્રોને મારી જ્ઞાનની પર્યાયમાં, મારાથી જાણું એટલો પણ હું શેય નહીં એમ. એ શાસ્ત્રથી મેં જાણ્યું એમ નહીં, મારા જ્ઞાનની પર્યાય તેને શેય કરીને તે વર્તમાન મારો જ્ઞાનનો પર્યાય સ્વતંત્ર તે શેયના આલંબન વિના એટલે કે તેના આધાર વિના, એનું જેટલું જેવું સ્વરૂપ છે એવું મારી જ્ઞાનપર્યાયમાં મારાથી જણાણું, પણ એટલો ય હું શેય ને એટલું જ્ઞાન હું નહીં. તો પછી સામી વાણી ને ગુરુ એટલું અહીં આવ્યું અને એનાથી થાય એવું તો છે નહીં એમ કહે છે. શેઠ! તમારે બહુ હાલે છે ત્યાં ઓલા-પુસ્તકની વાણીમાંથી, મૂર્તિને ઉથાપીને તો મૂર્તિમાં કાંઈ ન મળે, વાણીમાં બધું ગરી ગયું. એવું બોલે છે એનામાં લખે છે પંડિત એના લખાણ આવે છે. શાસ્ત્રમાં ખોટે ખોટાં લખાણ બધાં. મૂર્તિમાં ક્યાં કાંઈ ગુણ પડ્યા છે એ તો જડ છે એમ કહે છે. તો ઈ તો જડ ને વાણી એ (પણ) જડ છે. સાંભળને હવે બેય જડ છે.
અહીંયા તો કહે છે. એ વાણીનો ખ્યાલ કર્યો એવો વિકલ્પ એ ય જડ છે. આ એ તરફના જ્ઞાનનો અંશ પ્રગટયો, એ પણ ખરેખર ચૈતન્યનો અંશ નહીં લે ! કહે છે. ચૈતન્યનો અંશ નહીં ને ખરેખરું એટલું શેય નહીં ને ખરેખરું એટલું જ્ઞાન નહીં. આહાહા! આવી વાતું છે બાપુ સમજાણું કાંઈ? એમ કે વાણીમાં ભગવાનના ભાવ ભરેલા છે એમ લખ્યું છે શું? (શેઠ..!) તમારા પુસ્તકમાં એવું લખ્યું છે આ બધાએ ! આ બધાં! હુમણાં છાપ્યાં છે એમાં છે. વાણીમાં બધા ભગવાનના ભાવ ભર્યા છે. વાણીમાં ભાવ ભર્યા હશે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com