________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦
ધ્યેયપૂર્વક શેય નહીં, પણ રાગ મારે જાણવા લાયક ને હું જાણનાર એમેય નથી. કહે છે રાગની મંદતાના ભાવમાં, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા આવે, દયા દાનના ભાવ થાય, એ બધો શુભભાવ રાગ એ રાગ તે શેય છે ને હું જ્ઞાતા છું એમ નથી. આહાહા ! ગજબ વાત છે ને? વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, ઝીણી વાત ભાઈ સમ્યગ્દર્શન વીતરાગ તીર્થંકરદેવ જે કહે છે એ વાત ઘણી અલૌકિક વાત રહી ગઈ જગતને (સમજવી) બહારમાં માંડીને બેઠા આહા!
અહીંયાં તો પરમાત્મા અરિહંત દેવ જેમ ફરમાવે છે તેમ, સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ તું આત્મા છો. આહાહા! અને તે તું જાણનાર જ્ઞાયક સ્વભાવી છો. એ જ્ઞાયકસ્વભાવમાં, પર આત્મા અને પર રજકણોની ક્રિયા કરી શકે, એ તો વસ્તુમાં છે નહીં, આહાહા! જે રાગની ક્રિયા કરે એ પણ વસ્તુમાં નથી. આહાહા ! પરની દયા પાળવાની ક્રિયા તો કરી શકે નહીં, પણ ઈ પરની દયાનો જે ભાવ છે ઈ કરી શકે એ વસ્તુના સ્વરૂપમાં નથી. આહાહા ! એતો નથી, ચૈતન્ય બિમ્બ પ્રભુ સર્વજ્ઞસ્વભાવી આત્મા એ જાણવાનું કામ કરે, તો કહે છે કે કોનું? ઈ પરનું? રાગનું? આહાહા ! એમ છે નહીં. રાગ શેય અને આત્મા જાણનાર એવો પરની સાથે સંબંધ છે નહીં. આહાહા...! (શ્રોતા: રાગ ઈ પર?) (બીજા શ્રોતા: બધું પર !) મારગ ઝીણો ભાઈ અત્યારે ચાલે છે વીતરાગને નામે, વીતરાગને બ્લાને વીતરાગને નામે, વીતરાગને ન્હાને આહાહા ! ભભૂતમલજી.
ત્રણલોકના નાથ તીર્થંકરદેવ સર્વજ્ઞપદને પ્રાપ્ત થયા એની વાણી દિવ્ય ધ્વનિ છૂટી. એ દિવ્ય ધ્વનિમાંથી પરમાગમ રચાયાં, એ પરમાગમમાં વસ્તુનું સ્વરૂપ કેવું છે તેવું એમાં જણાવ્યું કે ભાઈ તું એક જ્ઞાયકસ્વરૂપી ચૈતન્યસૂર્ય છોને અને તે પણ જણાવાલાયક વસ્તુનો તું જાણનાર છો, એ વાત સાચી છે પણ કઈ જણાવાલાયક વસ્તુ? સમજાણું કાંઈ? તું જાણનાર વસ્તુ છો ચૈતન્યજ્ઞાયક સ્વભાવથી ભરેલો પદાર્થ છો, એં જણાવા યોગ્યને જાણે એ વાત વ્યાજબી છે. પણ કોને? જણાવા યોગ્ય કોણ? કે રાગ ને પર જણાવાલાયક શેય અને હું જ્ઞાન, એમ નથી. આહાહા!
અહમ્ અય જ્ઞાનમાત્ર: ભાવ: અસ્મિ” હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું” ચેતના સર્વસ્વ, જાણવું અને દેખવું એવું સર્વસ્વ પોતાનું સ્વરૂપ, જાણવું અને દેખવું જે સર્વસ્વ પોતાનું, સર્વસ્વ એટલે વસ્તુ. “એવી વસ્તુ સ્વરૂપ છું” –એવી ચીજ હું છું ! “સઃ શેયઃ ” તે હું શેયરૂપ છું.” આહાહા ! પોતે જ ચેતના સર્વસ્વ એવી વસ્તુ છું. એને જણાવાલાયક હું છું એને જાણવાલાયક હું છું ઝીણી વાતું વીતરાગની. આહાહા!
હજી તો, બહારમાં તકરારું આ વ્યવહાર કરીએ તો નિશ્ચય થાય ને રાગ ને દયા દાન ને ભક્તિ એ શુભભાવ થાય, પછી એમાંથી (એમ કરતાં-કરતાં) ધર્મ થાય એ તો ઘણું દૂર રહી ગયું. આહાહા!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com