________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૨૨૪
ધ્યેયપૂર્વક શેય સ્વરૂપમાત્ર છે એવા શેયરૂપ છું દેખો, જ્ઞાન શક્તિ જાણવાની, શેય શક્તિ જણાવાની, એવી અનંતશક્તિ જ્ઞાતાની ત્રણરૂપ થઈને હું જ્ઞેય છું ત્રણરૂપ થઈને હું શેય છું. આહાહા ! જાણવાની શક્તિ જ્ઞાન, તેમાં શેય પાછું ઉતારે છે જ્ઞાનને જ્ઞાન જાણે. અને શેય એટલે જણાવા યોગ્ય આખી ચીજ છે એને ઈ જાણે છે. આહાહા ! એવી જ્ઞાતા જ્ઞેય હું જ્ઞાતા જણાવાલાયક હું એવી ત્રણ વસ્તુમાત્ર શેય તેને આત્મા કહેવામાં આવે છે.
બહા૨નું જાણવામાં લોકો બહારમાં પ્રવૃત્તિમાં રોકાઈ ગ્યા ને વસ્તુ રહી ગઈ આખી જેનાથી જન્મ મરણનો અંત આવે, એવું સમ્યગ્દર્શન શું અને સમ્યગ્દર્શનનો વિષય શું એને જાણે નહીં. એ તો આપણે કાંઈક કરશું તો પામશું લ્યો શું કરશું તો પામશું ? મળશે ધૂળ મળશે ઈ તો બહારની ! શુભભાવ હશે તો બહા૨માં સંયોગ મળશે આત્માનો તે વેરી થશે આહાહા!
ભગવાન આત્મા કેવળી સર્વજ્ઞપરમેશ્વરે, જે આત્મા જોયો એવા અનંત આત્માઓ ભગવાને જોયા આહાહા! એ માંહ્યલો એક આત્મા ઈ અનંત આત્માને જાણવાની પર્યાયથી પણ ભિન્ન આહાહા ! એટલો જ્ઞેય નહીં. અનંત આત્માઓને જાણે, એવી જે જ્ઞાનની પર્યાય એટલો જ્ઞેય આત્મા નહીં. સમજાણું કાંઈ ? એથી અનંતગુણો જે તત્ત્વ જે શેય ને જ્ઞાતા છે એને જ્ઞેય તરીકે ત્રણ અભેદ થઈને જાણે, એને આત્મા કહેવામાં આવે છે આહાહા ! ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. આહાહા! હજી તો સમ્યગ્દર્શન ચોથું ગુણસ્થાન, પાંચમું તો ક્યાંય રહી ગયું ને છઠ્ઠું તો ક્યાંય રહી ગયું. આહાહા !
એવા ત્રણ ભેદ “ મહસ્તુમાત્ર ” એવું મારું સ્વરૂપમાત્ર છે, એવા શેયરૂપ છું આહાહા ! ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેધ વેદકરૂપે જાણું છું વેદાવા યોગ્ય ને વેદના૨ તે બધોય હું પોતે છું. આહાહા ! વેધ વેદવા યોગ્ય, વેદક જાણનાર. એ હું છું! વેધવેદકરૂપે હું છું. મારા વેધમાં બીજી ચીજ છે જાણવામાં, અને હું એનો જાણના૨ છું એમ છે નહીં. આહાહા ! ઘણી ધી૨જ જોઈએ આ તો.
પૈસા-બૈસા મળે ને એ તો પૂર્વના પુણ્ય હોય તો છે ને ? તો સોગઠી ગોઠવાઈ જાય ! તે માળા અભિમાન કરે કે આ અમે રળીએ છીએ, પૂર્વના (પુણ્યના ) રજકણ પડયા હોય, તો ઈ રીતે સોગઠી ગોઠવાઈ જાય ધંધામાં દરોડા થઈ જાય, પાંચ પાંચ લાખને દશદશ લાખ વીસ-વીસ લાખ ધૂળના એટલે જાણે કે અમે કમાણાં શું કમાણા ? ઈ પૈસા તો જડ છે, ઈ જડ કમાણો તું ? આહાહા ! અને ઈ મારી પાસે આવ્યા, એવી મમતા એ કમાણો તું આહાહા !
આંહી તો કહે છે કે ઈ મમતાનું જ્ઞાન એટલો ય હું નહીં. આહાહા ! પૈસા એક કો૨ રહી ગ્યા પણ એમાં મમતાની વૃત્તિ ઊઠી, એને જાણનારો હું એટલો ય હું નહીં. આહાહા ! હું તો અનંતગુણનો પિંડ પ્રભુ જે જ્ઞાતા, અનંતશક્તિવાન, જ્ઞાન જાણવાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com