Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 252
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૯ કળશટીકા કળશ-૨૭૧ * કળશ ૨૭૧:શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * 'यः अयं ज्ञानमात्रः भावः अहम् अस्मि सः ज्ञेय-ज्ञानमात्रः एव न ज्ञेयः' ४ આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો;.” જુઓ, શું કહે છે? જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે છ દ્રવ્યોના જાણવામાત્ર જ ન જાણવો. શું કીધું? લોકમાં જેટલાં દ્રવ્યો છે-અનંતા સિદ્ધો ને અનંતા નિગોદના જીવો સહિત જીવો, અનંતાનંત પુદ્ગલો-દેહ, મન, વાણી, કર્મ ઇત્યાદિ, અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ-એમ છ દ્રવ્યો-તેના દ્રવ્ય-ગુણ-પર્યાયો-તે મારાં શેય અને હું એનો જ્ઞાયક એમ, કહે છે, ન જાણવું હવે એનું કર્તાપણું તો કયાંય ગયું, અહીં તો કહે છે એના (છ દ્રવ્યોના) જાણવામાત્ર હું છું એમ ન જાણવું. ગજબ વાત છે ભાઈ ! પરદ્રવ્યો સાથે શેયજ્ઞાયકપણાનો સંબંધ પણ નિશ્ચયથી નથી, વ્યવહારમાત્ર એવો સંબંધ છે. સમજાય છે કાંઈ...? જૈન તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઈ ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે ને ધર્માત્માને? અહીં કહે છે-ભગવાન આત્મા જ્ઞાયક, ને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું શેય એમ વાસ્તવમાં છે નહિ. બારમી ગાથામાં વ્યવહાર “જાણેલો” પ્રયોજનવાન કહ્યો એ તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા જ પોતાનું શેય છે. રાગાદિ પરવસ્તુ-પરદ્રવ્યોને એનાં શેય કહેવાં તે વ્યવહારથી છે, નિશ્ચયથી પર સાથે એને શેયજ્ઞાયક સંબંધ પણ નથી. હવે પર સાથે એને મારાપણાનો -સ્વામીત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાત તો કયાંય ઉડી ગઈ. સમજાણું કાંઈ...? અહાહા...! કહે છે-જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શેયોના જ્ઞાનમાત્ર ન જાણવો. તો કેવી રીતે છે? તો કહે છે ‘ણેય-જ્ઞાન-ત્નોન વેત્રીન' (પરંતુ) શેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, “જ્ઞાન–શેય–જ્ઞાતૃમતુ–વસ્તુમાત્ર: ગ્લેય:' જ્ઞાન-શેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો. (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ શેય અને પોતે જ જ્ઞાતા –એમ જ્ઞાન-શેય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો). શેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમતો' –આ વ્યવહારથી કહ્યું હ. ખરેખર તો શેયોનું-છ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું તે જ્ઞાનની પોતાની દશા છે, ને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે. “શેયોના આકારે થતું જ્ઞાન' એ તો કહેવામાત્ર છે, બાકી જ્ઞાન જ્ઞાનાકાર જ છે, શેયાકાર છે જ નહિ. સમજાણું કાંઈ...? અહાહા...અહીં કહે છે-એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય-ગુણ (દ્રવ્ય-ગુણપર્યાય) ત્રણે થઈને હું શેય છું. જ્ઞાન હું, જ્ઞાતા હું, ને શેય આ લોકાલોક-એવું કોણે કહ્યું? પરમાર્થે એમ છે નહિ. એમ કહેવું એ વ્યવહાર છે. અહાહા..! ધર્મીના અંતરની ખુમારી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260