Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 254
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશટીકા કળશ-૨૭૧ ૨૪૧ “વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય શેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; શેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે.” અહાહા....! જુઓ, બાહ્ય શેયો-રાગાદિકથી માંડી છએ દ્રવ્યો પોતાના આત્માથી (–પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેથી) જુદાં છે. જો તે જુદાં ન હોય તો એક હોય, પણ એમ કદી બનતું નથી, છે નહિ. - રાગનું જ્ઞાન થાય તેમાં કાંઈ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. કેવળીને લોકાલોકનું જ્ઞાન થયું તો લોકાલોક કાંઈ જ્ઞાનમાં પેસી ગયાં નથી. ઘટનો જાણનાર ઘટરૂપે થતો નથી. વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. સ્વપરને જાણવાના જ્ઞાનરૂપે સ્વયં આત્મા જ થાય છે. ઘટને જાણવાના જ્ઞાનરૂપે આત્મા થાય છે; તેથી ઘટનું જ્ઞાન નહિ, પણ આત્માનું જ જ્ઞાન છે. પોતાનામાં તો પોતાના જ્ઞાનપરિણામનું અસ્તિત્વ છે, શેયનું નહિ. આત્માનો “શ” સ્વભાવ છે, ને “જ્ઞ' સ્વભાવી આત્મામાં જાણનક્રિયા થાય તે પોતાથી થતી પોતાની ક્રિયા છે, એમાં પરશેયનું કાંઈ જ નથી. આમ શેય સંબંધી પોતાના જ્ઞાનનું જે પરિણમન થયું તે શેય પોતે, જ્ઞાન પોતે જ, ને પોતે જ જ્ઞાતા છે. સમજાણું કાંઈ..? શેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે. જુઓ, જ્ઞાન શેયાકાર છે એમ નહિ, એ તો શેયને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. શેયનું તેમાં કાંઈ જ નથી. જોય જ્ઞાનમાં પેઠું છે એમ છે જ નહિ; અર્થાત્ જ્ઞાન શેયરૂપે થાય છે એમ છે જ નહિ. જ્ઞાન જ્ઞાનાકાર જ છે, એ જ્ઞાનના જ કલ્લોલો છે. અહાહા....! કેવું ભેદજ્ઞાન કરાવ્યું છે! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! જરા ધીરો થઈને સાંભળ. કહે છે–આત્મા પરને કરે કે પરથી આત્મામાં કાંઈ થાય એ વાત તો જવા દે, એ વાત તો છે નહિ, પણ પર જ્ઞાનની પર્યાયમાં જણાય, જ્ઞાન પરને જાણે કે પરશેય જ્ઞાનની પર્યાયમાં આવે-પેસે એમ પણ છે નહિ. વસ્તુ-દ્રવ્ય એક જ્ઞાયકભાવપણે છે તે પોતે જ્ઞાનની પર્યાયપણે, જાણ નક્રિયારૂપે થાય છે તે પોતાની સ્વપરપ્રકાશકની ક્રિયા છે. એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે બસ. પર જણાતું નથી, પોતાની જાણનક્રિયા જાણવારૂપે છે તે જણાય છે. ભગવાન ! તું આવડો ને આવો જ છે; બીજી રીતે માન તો તારા સ્વભાવનો ઘાત થશે. સર્વજ્ઞ પરમેશ્વર કહે છે-લોકાલોક જણાય એવડી તારી પર્યાય નથી, તારી જ્ઞાનપર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. લોકાલોકને જાણવું એમ કહેવું એ અસભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. તો સાચો વ્યવહાર શું છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260