Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 253
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૨૪૦ ધ્યેયપૂર્વક શેય તો જુઓ ! કહે છે–જગતમાં હું એક જ છું, જગતમાં બીજી ચીજો હો તો હો, ૫૨માર્થે તેની સાથે મારે જાણવાપણાનોય સંબંધ છે નહિ. આવી વાત ! સમજાણું કાંઈ... ? અહાહા...! અહીં શું કહે છે? કે ૫૨ શેય (૫૨૫દાર્થો-દેવ-ગુરુ-શાસ્ત્ર, પંચ ૫રમેષ્ઠી, ને વ્યવહા૨ રત્નત્રય આદિ જ્ઞેય ), હું જ્ઞાન, ને હું શાતા-એવો સંબંધ હોવાનું તો દૂર રહો, હું શેય, હું જ્ઞાન, ને હું શાતા-એવા ત્રણ ભેદરૂપ પણ હું નથી. એ ત્રણેય હું એક છું. જુઓ આ સ્વાનુભવની દશા ! જ્ઞાન-શાતા-શેય એવા ભેદોથી ભેદાતો નથી એવો અભેદ ચિન્માત્ર હું આત્મા છું. હું જ્ઞેય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું એવા ત્રણ ભેદ ઉપજે એ તો રાગ–વિકલ્પ છે, પણ વસ્તુ ને વસ્તુની દૃષ્ટિમાં એવા ભેદ છે નહિ, બધું અભેદ એક છે. ભાઈ ! તારામાં તારું હોવાપણું કેવડું છે તેની તને ખબર નથી. ત્રણ લોકના દ્રવ્યો દ્રવ્ય-ગુણ-પર્યાયો ત્રિકાળવર્તી જે અનંતાનંત છે તે બધાને જાણનારી તારી જ્ઞાનની દશા તે ખરેખર તારું શેય છે. તે દશા એકલી નહિ, પણ તારા દ્રવ્ય-ગુણ-પર્યાય તે બધું શેય છે. અહાહા... ! તે સમસ્તનું (-પોતાનું) જ્ઞાન તે જ્ઞાન, તે સમસ્ત (–પોતે ) શેય અને પોતે શાતા-એ ત્રણેય વસ્તુ એકની એક છે, ત્રણ ભેદ નથી. આવી ઝીણી વાત ! જ્ઞાન-શાતા-શેય ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર પોતે એક છે. * કળશ ૨૭૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહાહા... ! બહુ સરસ ભાવાર્થ છે; વસ્તુના મર્મનું માખણ છે. કહે છે-પોતાના દ્રવ્ય ઉપર દૃષ્ટિ આપતાં પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાન અને પોતે જ શેય છે એમ અનુભવાય છે, છ દ્રવ્ય શેય, હું જ્ઞાન અને હું જ્ઞાતા એમ અનુભવાતું નથી; કેમકે ૫૨માર્થે ૫૨ સાથે શેય-જ્ઞાયક સંબંધ છે જ નહિ. આવી વાત ! કહે છે- ‘ જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે.' જુઓ, શું કીધું ? કે શેયો જગતના છે તેને જાણવારૂપ જાણનક્રિયા તે જ્ઞાનસ્વરૂપ છે, શેયસ્વરૂપ નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે તે ખરેખર છ દ્રવ્ય જણાતા નથી, પણ છ દ્રવ્ય સંબંધી પોતાનું જે જ્ઞાન તે જણાય છે અને તે ખરેખર આત્માનું જ્ઞેય છે. ૫૨શેય જણાય છે એમ કહેવું એ તો વ્યવહા૨ છે. શેય સંબંધી પોતાની જ્ઞાનની પર્યાય જાણવારૂપ થઈ તે એનું શેય છે, ઓલું (૫૨શેય ) નહિ, કેમકે પોતામાં પોતાની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ છે (૫૨નું નહિ). અહાહા...! છ દ્રવ્યને જાણવાની જ્ઞાનની પર્યાય પોતાની છે, તેને છ દ્રવ્યનું જ્ઞાન કહેવું તે વ્યવહાર છે; શેય-જ્ઞાન શેયનું નથી, પણ જ્ઞાનનું જ્ઞાન છે, જાણનક્રિયારૂપભાવ જ્ઞાનસ્વરૂપ છે. પં. જયચંદજી એ જ સ્પષ્ટ કરે છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260