Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 258
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશટીકા કળશ-૨૭૧ ૨૪૫ પરિશિષ્ટ... આ કુંડાઅવસર્પિણીના પંચમકાળમાં જે જીવો આત્મઆરાધના કરે છે તેને કેવું ફળ મળે છે તે સંબંધી કેટલાક સંદર્ભો નીચે આપવામાં આવ્યા છે. * શ્રી સમયસારજી શાસ્ત્ર કળશ-૨૪૦ તથા શ્લોકાર્થ एको मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्त्यात्मकस्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति। तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पृशन् सोड वश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति।। २४०।। શ્લોકાર્ચ- દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે, તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, તેનેજ નિરંતર ધ્યાવે છે, તેનેજ ચેતેઅનુભવે છે અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાંજ નિરંતર વિહાર કરે છે. (સઃ નિત્ય-ઉદય સમયસ્ય સારમું અચિરાત્ અવશ્ય વિન્દતિ) તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને થોડા કાળમાં જ અવશ્ય પામે છે. અનુભવે છે. ભાવાર્થ:- નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી થોડાજ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. * પરમઅધ્યાત્મતરંગિણીમાં સર્વવિશુદ્ધ જ્ઞાનાધિકારના શ્લોક-૪૭ (સમયસાર શાસ્ત્રમાં સળંગ શ્લોક ક્રમાંક-૨૪૦) ની સંસ્કૃત ટીકામાં અચિરાતુ નો અર્થ કરતાં લખ્યું છે કે શીઘ્ર-તદ્ભવે-તૃતીયમવાદૌ વા અવશ્ય-નિયમતઃ- (પાનું-૧૬૩), * આત્મધર્મના માર્ચ-૧૯૯૫ ના અંકમાં પાના નં-૮ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ પ્રમાણે ઉલ્લેખ છે. પરમઅધ્યાત્મતરંગિણીમાં પાઠ છે કે આ કાળે સાધક મોક્ષ નહિ પામે પણ તે ત્રણ ભવે મુક્તિ પામશે. શું કહ્યું..? કે જેણે આ ભવમાં આત્માનું સાધન કર્યું છે તે ત્રીજા ભવમાં મોક્ષે જશે–એવો શાસ્ત્રમાં સંસ્કૃતમાં શ્લોક છે. શ્લોકમાં અચિરાત્ શબ્દ છે તેનો અર્થ એ છે કે, તે જ ભવે ભલે મોક્ષ ન પામે પણ ત્રીજા ભવે એ જીવનો મોક્ષ થાય છે. આવા કાળમાં પણ આત્માની સાધના કરી રહ્યો છે તે સાધના કરનાર ત્રીજા ભવે મોક્ષ પામી જાય છે. પંચમકાળમાં મોક્ષ નથી માટે સાધના ન કરવી એમ નથી. (બહેનશ્રીના વચનામૃત બોલ નં. -૧૧ ઉપરના તા. ૮-૮-૮૦નાં પ્રવચનની ટેપમાંથી) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260