________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૪૩
વ્રત, તપ કરીકરીને સૂકાઈ જાય તોય લેશ પણ ધર્મ થાય નહિ. પોતાના સ્વરૂપના મહાતમ (–માહાત્મ્ય ) વિના ધર્મની ક્રિયા કોઈ દિ’ થઈ શકતી નથી.
નાની ઉંમરની વાત છે. પાલેજમાં પિતાજીની દુકાન હતી. તે બંધ કરી રાત્રે મહારાજ ઉપાશ્રયમાં આવ્યા હોય ત્યાં એમની પાસે જતા. ત્યાં મહારાજ ગાતાભૂધરજી તમને ભૂલ્યો રે ભટકું છું ભવવનમાં,
k
,,
કુતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા, ત્યાં ભૂખના વેઠયા ભડકા રે હવે આમાં તત્ત્વની કાંઈ ખબર નહિ, પણ સાંભળીને તે વખતે રાજી રાજી થઈ જતા. લોકમાં પણ બધે આવું જ ચાલી રહ્યું છે ને ! પોતે કોણ ને કેવડો છે એની ખબર ન મળે, પણ માંડે વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ કરવા; એમ કે એનાથી ધર્મ થશે, પણ ધૂળમાંય ધર્મ નહિ થાય. પોતે કોણ છે એની ખબર વિના શેમાં ધર્મ થશે ? બાપુ ! હું જ્ઞાનસ્વભાવ છું એમ ભૂલીને રાગના કર્તાપણામાં મંડયો રહે એ તો પાગલપણું છે. દુનિયા આખી આવી પાગલ છે. સમજાણું કાંઈ... ?
અહાહા... ! અહીં કહે છે– ‘ આ જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. ’ પોતાના હોવાપણામાં દયા, દાન આદિના ભાવ, કે શરીર, મન, વાણી ઇત્યાદિ ૫૨શેયોનો પ્રવેશ નથી, એ તો જુદા ૫૨ છે; માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, આત્મા વડે જણાય છે. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે ને તે એનું શેય છે, પણ દયાના પરિણામ ૫૨માર્થે આત્માના નથી, ને ૫૨માર્થે તે આત્માનું શેય નથી.
હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ ? ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નાગાને કપડાં દેવાં, ને માંદાની માવજત કરવી-એવી કોઈ વાત તો સમજાય. અરે ભાઈ ! એ તો બધી રાગની ક્રિયા બાપુ ! તે કાળે જડની ક્રિયા તો જડમાં થવાયોગ્ય થઈ, તે ક્રિયા તારી નહિ, ને રાગની ક્રિયા પણ તારી નથી. અરે, તે કાળે રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી, રાગ તેમાં પેઠો નથી, જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઈ છે તે તારી છે, અને તે ખરેખર તારું જ્ઞેય છે, રાગાદિ ૫૨માર્થે તારાં શેય નથી. સમજાય છે કાંઈ... ? અજ્ઞાની જીવોને આટલું બધું (દયા, દાન આદિને) ઓળંગીને અહીં (જ્ઞાનભાવમાં ) આવવું મોટો મેરુ પર્વત ઉપાડવા જેવું લાગે છે. પણ આમાં તારું હિત છે ભાઈ !
હવે કહે છે– ‘ આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, શેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. ’
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com