________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
ધ્યેયપૂર્વક શેય તે આ; પોતે જાણગ-જાણવાના ભાવવાળું તત્ત્વ હોવાથી લોકાલોકનાં જેટલાં શેયો છે તેને અને પોતાને જાણવાની ક્રિયારૂપે પોતામાં (પોતાના અસ્તિત્વમાં) પોતાના કારણે પરિણમે છે. ખરેખર તો આ જ્ઞાનનો પર્યાય તે શેય છે. જ્ઞાનની પર્યાયનું પર (પદાર્થ) શેય છે એમ કહેવું તે વ્યવહાર છે. આવી વાત છે.
શેયોના આકાર એટલે શેયોના વિશેષો-એની જ્ઞાનમાં ઝલક આવે છે અર્થાત્ તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં પોતાથી પરિણમે છે. તે જ્ઞાન શેયાકાર દેખાય છે એમ કહ્યું પણ તે શેયાકાર થયું નથી, એ તો જ્ઞાનાકાર-જ્ઞાનના જ તરંગો છે. અહાહા..! જાણગ... જાણગ... જાણગ પોતાનો સ્વભાવ છે, એમાં પરવસ્તુનો-પરણેયનો પ્રવેશ નથી, છતાં એનું જાણવું અહીં (પોતામાં) થાય છે તે ખરેખર એનું (પરશેયનું) જાણવું નથી; જાણવાની પોતાની દશા છે એનું જાણવું છે. આ ન્યાયથી તો વાત છે; એને સમજવી તો પડે ને! કોઈ થોડું સમજાવી દે?
જુઓ, દર્પણના દેખતે આ વાત સમજીએ
જેમ દર્પણની સામે કોલસા, અગ્નિ વગેરે મૂકેલાં હોય તે દર્પણમાં દેખાય છે. પણ એ દર્પણથી જુદી ચીજ છે ને ? દર્પણમાં તો તે પદાર્થોની ઝલક દેખાય છે, પણ શું કોલસા ને અગ્નિ વગેરે દર્પણમાં છે? દર્પણમાં તો દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે. જો અગ્નિ વગેરે તેમાં પેઠાં હોય તો દર્પણ અગ્નિમય થઈ જાય, તેને હાથ અડકાડયે હાથ બળી જાય. પણ એમ છે નહિ. દર્પણ દર્પણની સ્વચ્છતાના પરિણામે પોતે જ પોતાથી પરિણમ્યું છે; કોલસા કે અગ્નિનું તેમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ....?
આ શું કીધું? લ્યો, ફરીથી. એક બાજુ દર્પણ છે, અને તેની સામે એક બાજુ અગ્નિ ને બરફ છે. અગ્નિ અગ્નિમાં લબક-ઝબક થાય છે, ને બરફ બરફમાં પીગળતો જાય છે. તે સમયે દર્પણમાં પણ બસ એવું જ દેખાય છે. તો શું દર્પણમાં અગ્નિ ને બરફ છે? ના; અગ્નિ અને બરફનું હોવું તો બહાર પોતપોતામાં છે, દર્પણમાં તેમનું હોવાપણું નથી, દર્પણમાં તેઓ પેઠા નથી. દર્પણમાં તો દર્પણની તે રૂપ સ્વચ્છ દશા થઈ છે તે છે. અગ્નિ અને બરફ સંબંધી દર્પણની સ્વચ્છતાની દશા તે દર્પણનું પોતાનું પરિણમન છે, અગ્નિ ને બરફનું તેમાં કાંઈ જ નથી; અગ્નિ અને બરફે એમાં કાંઈ જ કર્યું નથી, એ તો જુદા પદાર્થો છે.
તેમ ભગવાન આત્મા સ્વચ્છ ચૈતન્ય દર્પણ છે. તેના જ્ઞાનમાં શેયોના આકારની ઝલક આવતાં જ્ઞાન શેયાકાર દેખાય છે. સામે જેવા શેયો છે તે જ પ્રકારની વિશેષતારૂપે પોતાની જ્ઞાનની દશા થતાં જાણે કે જ્ઞાન શેયાકાર થઈ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ જ્ઞાન શેયાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે; અર્થાત્ તે શેયના કલ્લોલો નથી, પણ જ્ઞાનના જ કલ્લોલો છે, જ્ઞાનની જ દશા છે; શેયોનું એમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?
અહા! આવો પોતાના અસ્તિત્વનો મહિમા જાણ્યા વિના ભાઈ ! તું દયા, દાન,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com