Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 235
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ ધ્યેયપૂર્વક શેય પરંતુ એવો તો નથી કે પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર, એમ તો નથી.” આહાહા! એક સમયની પર્યાયમાં, છ દ્રવ્યોનું જ્ઞાન, છ દ્રવ્યના જ્ઞાનની પર્યાયપણે પરિણમે જીવ. એક સમયની પર્યાયમાં છ દ્રવ્યને જાણવાના પર્યાયપણે પરિણમે, પણ એટલો શેય નથી, એમ કહે છે. આહાહા ! એવી તો અનંતી પર્યાયનો સમુદાય ગુણ છે, એવું સર્વસ્વ ચેતનાનું આખું પૂરણ સ્વરૂપ છે. આહાહા ! છ દ્રવ્યને જાણે ઈ તો એની એક સમયની પર્યાયનો સ્વભાવ; એક સમયની દશાનો સ્વભાવ; પણ એટલોય એ નહીં. કારણ કે તો ઈ પર્યાય જેટલો થઈ ગયો છે, પણ સર્વસ્વ, ચેતનાસર્વસ્વ વસ્તુ, એકલો જ્ઞાનધન ચૈતન્યબિમ્બ પ્રભુ, એ શેય છે. તારા જ્ઞાનમાં એ શેય છે આહાહા ! સમજાણું કાંઈ? ભાવાર્થ આમ છે કે હું જ્ઞાયક હું એક જાણનાર આહાહા ! આટલું ય પાલવ્યું નહીં એને. પરનું કરવું તો પાલવે જ નહીં. આહાહા ! પરની રક્ષા કરી હૈ, પરને હેરાન કરી હૈ, પરને પોષણ-પાલન પોષણ કરી હૈ, વેપારી મોટા હોય તે હજાર-બે હજાર માણસને નિભાવતાં નથી? નોકરને બબ્બે હજાર-પાંચ-પાંચ હજાર માણસને આપે છે ને કોઈ નોકરી ને તદ્દન ખોટી વાત છે. પરનું પાલન ને પોષણ કરવું એ તો આત્માનો સ્વભાવ જ નથી, એટલું તો નથી પણ પરને જાણવું એટલો શેય, એ પણ એવો સ્વભાવ સંબંધ નથી આહાહા! સમજાણું કાંઈ? એને ઉતારે છે અંદર, ઉતારે-પરમાત્મામાં અંદરમાં, અંદર જો તું શેય ચેતનાસર્વસ્વસ્વભાવ આહાહા ! એ પર્યાયથી છ દ્રવ્ય જણાણા, એટલાને ન જો આહાહા ! એ જોય ને જ્ઞાયક સંબંધ પર્યાયમાં વ્યવહારથી છે, સમજાણું કાંઈ? આત્મા જાણનાર ને પર જણાય, એવો સંબંધ તો વ્યવહારથી છે. પર્યાય હારે, વસ્તુની સાથે એ સંબંધ છે નહીં. કેમકે એવી તો અનંતી પર્યાય, પરની અપેક્ષા રાખ્યા વિના, પોતામાં પડેલી છે અંદર આહા ! એવું જે શેય ચેતનાસર્વસ્વ એવું જે શેય, જ્ઞાન-જ્ઞાયકરૂપ સર્વસ્વ જે જોય, એનો તું જાણનાર છો. આહાહા ! આ બાયડી મારી છોકરાં મારાં, ક્યાં ગયાં આમાં? શિષ્ય મારા લ્યો એ ક્યાં હતા (તારા) ભગવાન! તારો સ્વભાવ પરને એકલું જાણવું એટલો નથી એમ કહે છે સમજાણું કાંઈ ? તારો સ્વભાવ તો પરને જાણવાની પર્યાય, એવી અનંતી પર્યાયનો પિંડ જ્ઞાન, એવા અનંતા ગુણનો પિંડ જે દ્રવ્ય એ જ્ઞાનનું શેય છે, લ્યો સમજાણું કાંઈ? હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય એમ તો નથી,” તો કેમ છે? આમ છે“જ્ઞાનશેયજ્ઞાતૃમદ્રસ્તુમાત્રઃ શેયઃ” આહાહા ! જ્ઞાન નામ જાણપણારૂપ શક્તિ” એ પોતાનો ભાવ, જાણપણારૂપ ભાવ; એ પોતાની શક્તિ,“શેય (અર્થાત્ ) જણાવાયોગ્ય શક્તિ, પ્રમેય પોતાનો ગુણ, આહાહા! - જાણપણારૂપશક્તિ એ જ્ઞાનશક્તિ પોતાની, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260