Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 234
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશટીકા કળશ-૨૭૧ ૨૨૧ અહીંયાં તો કહે છે ભગવાન શેયસ્વરૂપને જ્ઞાતા તરીકે જાણે પણ એ ક્યા જોયને? આહાહા ! પોતે છે ને શેય. પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર એ નથી. “કેવા શેયરૂપ નથી?” છે ને અંદર? પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોનો સમૂહુ એના જાણપણા માત્ર તે હું નથી.” આહાહા ! અનંત કેવળીઓને શેય તરીકે જ્ઞાન જાણે એવોય હું નથી. સમજાણું કાંઈ ? અનંત અનંત કેવળીઓ સિદ્ધો બિરાજમાન છે. તીર્થકરો બિરાજમાન છે. ત્રણકાળના તીર્થકરો ને કેવળીઓ જ્ઞાનમાં જણાય, એ શેય છે ને હું જાણનાર છું એમેય નથી આહાહા ! વીતરાગ મારગ બહુ અલૌકિક છે. આહાહા! “હું ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું.” “સઃ શેયઃ” “તે હું શેયરૂપ છું.” ચેતના સ્વરૂપ સર્વસ્વ ભગવાન આત્મા તે હું શેય છું સમજાણું કાંઈ ? ધીમે ધીમે તો વાત હાલે છે ભઈ આ તો અલૌકિક વાતું છે આહાહા ! કેટલાકે તો કોઈ દિ' સાંભળ્યું કે ના હોય વીતરાગ શું ને વીતરાગનો મારગ શું ને વીતરાગનો શું પંથ છે? આહાહા ! આ તો જાત્રા કરો, ભક્તિ કરો, પાંચ દશ લાખ ખર્ચે ધર્મનાં ભાવ થાશે તમને, અહીંયાં તો કહે છે પ્રભુ એકવાર સાંભળ, ભાઈ અનંતકાળે તે તારા તત્ત્વને, પરથી ભિન્ન છે એ રીતે તે જાણ્યું નથી. આહાહા! અહીંયાં તો કહે છે કે સર્વસ્વ ચેતના માત્ર હું, તે સર્વસ્વ તે હું, તે શેય. સમજાણું કાંઈ ? આહાહા! અને કેટલું એને ધીરજથી જોવું પડે છે. આહાહા ! પરને શેય બનાવેલી ચીજને છોડી દઈ અને ચેતના સર્વસ્વ આત્માને શેય બનાવવો આહાહા ! આવી વસ્તુ છે આહાહા ! વીતરાગના દરબારમાં તો આ હુકમ છે વીતરાગનો ત્રણલોકના નાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે, હું સર્વજ્ઞ એટલે પરને જાણું છું શેય તરીકે માટે સર્વજ્ઞ છું એમ નહીં. આહાહા ! હું તો મારા સર્વજ્ઞ સ્વભાવ ચેતના સર્વસ્વ ચેતના સર્વસ્વ કહો કે સર્વજ્ઞ સ્વભાવ કહો એ મારું શેય છે-ને એને હું જાણું છું. આહાહા ! એ પણ વચનના વ્યવહારથી ભેદ પાડીને કહેવામાં આવે છે. આહાહા ! સમજાણું કાંઈ? “સઃ શેયઃ” તે હું શેયરૂપ છું.” શું? “જ્ઞાનમાત્રઃ ભાવઃ અસ્મિ” ચેતના સર્વસ્વ, ચેતના સર્વસ્વ તે હું શેય છું, ચેતના સર્વસ્વ તે હું શેય છું. અલૌકિક વાત છે. આ ચોપડી તો રાખી છે કે નહીં ઘરમાં, ઘરમાં તો હોય જ ને. આહાહા! પરંતુ એવા શેયરૂપ નથી કેવા શેયરૂપ નથી ? શેયજ્ઞાનમાત્રઃ” પોતાના જીવથી શેય જે ભિન્ન છ દ્રવ્યો છ દ્રવ્યોના સમૂહના એના જાણપણા માત્ર તે હું નથી. આહાહા! સમજાણું કાંઈ આવી ધર્મકથા કેવી? વીતરાગની તો આવી વાત છે બાપુ! તે એણે સાંભળી નથી વીતરાગની વાત. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવ, એ ગણધરો ને ઇન્દ્રો આદિ એકાવતારી દશાના ધરનારાઓને આ વાત કરતા હતા! સમજાણું કાંઈ તું શેય છો તારો એટલે? ચેતના સર્વસ્વ; એ તારું શેય છે... આહાહા ! ચેતના જાણવા દેખવાનું સર્વસ્વપણું તે જ તારું શેય છે. તું તેનો શેય ને તું જ તેનો જાણનાર. આહાહા ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260