________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૧૯ દ્રવ્યો ભગવાને દેખ્યાં તો ઈ છ દ્રવ્ય શેય, અને હું જ્ઞાયક એમ નથી. આહાહા ! ઝીણી વાત છે ભાઈ તત્ત્વની દૃષ્ટિની સમ્યગ્દર્શનનો વિષય, જે ધર્મની પહેલી દશા. એમાં જોય પર ને જાણનાર હું એવો ભેદ પણ સમ્યગ્દર્શનના વિષયમાં નથી. આહાહા ! સમજાણું કાંઈ ? ક્યાંથી ક્યાં લાવીને મૂકે છે.
પરવસ્તુની હું દયા પાળી શકું છું કે રાખી શકું છું કે મેળવી શકું છું એ તો વસ્તુમાં છે નહીં પોપટભાઈ, આ બધા પૈસા ભેગા કર્યા છે ને? અજ્ઞાનીનો ભ્રમ છે. કહે છે આત્મા ચૈતન્યમૂર્તિ ભગવાન, સર્વજ્ઞ પરમેશ્વરે જે રીતે છે એ રીતે જોયો છે અને એ રીતે કહ્યો છે, કે આત્મા પરવસ્તુની દયા પાળી શકે કે પરની હિંસા કરી શકે ઈ વસ્તુમાં નથી. સમજાય છે કાંઈ ? એમ પૈસા મેળવી શકે, પૈસા આવે તો રાખી શકે અને એનો સદુપયોગ કરી શકે. એવું આત્મામાં નથી. એ તો નથી પણ જ્ઞાનમાં જે ચીજ જણાય. જાણનાર હું ને જણાય તે, એ પણ વસ્તુસ્વરૂપ નથી. ઠંઈ પરપ્રકાશમાં અંદરમાં ને અંદરમાં જ્ઞાન સિવાય બીજાને પ્રકાશે ઈ પર પ્રકાશક ઝીણી વાત છે. આખીરના શ્લોકો છે ને?
જીવવસ્તુ જ્ઞાયક અને આ શરીર પુગલ એમ કીધું ને? પૈસા, શરીર, મકાન આદિ ધૂળ ધમાહા એ તમારા બંગલા મકાન એ બધા ભિન્નરૂપ મારાંથી છ દ્રવ્યો, એ મારાં શેય છે. મારે જાણવાલાયક ચીજ એ છે એમ નથી. આહાહા ! જ્ઞાનમાં દેવ ગુરુ ને શાસ્ત્ર એ શેય પરશેય છે. તો એ પરશેય છે એનો હું જાણનારો ને એ જણાવાલાયક એ શેય, એમ નથી, વસ્તુમાં છ દ્રવ્યો શેય છે, છ દ્રવ્યમાં સિદ્ધ આવી ગયા, દેવ ગુરુ આવી ગયા શાસ્ત્રોય આવી ગયાં. એ શેય નામ જ્ઞાનમાં જણાવાલાયક છે આહાહા ! અને હું જાણનાર છું એવો ભેદ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. સમજાણું કાંઈ ?
પરંતુ એમ તો નથી” આહાહા! ભગવાન આત્મા જાણનાર અને આત્માથી ભિન્ન છ દ્રવ્યો તે મને જણાવાલાયક છે અને હું એનો જાણનાર છું એવું વસ્તુનું સ્વરૂપ નથી એમ કહે છે. સમજાણું કાંઈ ? “જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે” એમ તો નથી કે હું જાણનાર ને છ દ્રવ્ય મારે જાણવાલાયક એમ નથી. આહાહા ! તો આ બાયડીછોકરાં ને પૈસા કહે છે જણાવાલાયક જ્ઞાનમાં અને હું એનો જાણનાર ને આ જણાવાલાયક એમ નથી વસ્તુ આહાહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરદેવે જે આત્માનો સ્વભાવ જોયો, તો એ તો પોતે શેય પોતામાં જણાવાલાયક, પોતે જ્ઞાન ને પોતે જ્ઞાતા એ ત્રણ ભેદ, વસ્તુસ્વરૂપમાં તો છે નહીં, ત્રણ ભેદેય નથી. પણ બીજાથી જુદું પાડવા આ રીતે કહેવામાં આવે છે. ઝીણી વાત છે ભાઈ. અનંતકાળમાં રહી ગ્યું છે તત્ત્વ એણે દયા દાન ને વ્રત ભક્તિ પૂજા એવું તો અનંતવાર કર્યું. વાતાદિ અનંતવાર પાળ્યાં એ બધો શુભરાગ હતો. આહાહા! મહિના મહિનાના અપવાસ કર્યા અનંત વાર ઈ તો રાગની ક્રિયા શુભરાગની ક્રિયા આહાહા ! આંહી તો કહે છે કે ઈ રાગ શેય, એ રાગ મારો એ તો સ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com