________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
ધ્યેયપૂર્વક શેય મોહનો ક્ષય થઈને ક્ષાયિક સમકિત થાય. ત્યારે કેવળજ્ઞાનને લેવાનું પાકું બીજડું પાકે આહાહા! સમજાણું કાંઈ?
(કહે છેઃ) “ભાવાર્થ આમ છે કે વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી.” રાજમલ્લજીએ પણ ટીકા કરી છે ને માળે “પાંડે રાજમલ્લ જૈનધર્મી, સમયસાર નાટકકે મÍ.” લ્યો. ઈ શ્લોક થયો ફરીને લીધો તો લ્યોને આ લોકોને સાંભળવાનું મળ્યું છે ને, બોટાદવાળા આ શું છે કે આ? નવું નવું લાગે છે જ્યારે આવે ત્યારે એમ કહે કે આ તે બધું નવું શું છે. નવું નથી બાપુ...! તારી જાતની વાત છે, ભગવાને કહેલી છે પણ એને સાંભળવા મળે નહીં એટલે એને એમ લાગે છે કે આ શું માળું. આ વળી કઈ જાતની વાત ઓહો! આહાહાહા !
મારા સિવાયના અનંતા જોયો તે મારા કાર્ય છે માટે લઈને છે એ તો નહીં, પણ એને લઈને હું છું ઈ એ નહીં, પણ એ મારું જ્ઞાન એને જાણે માટે એટલો પર્યાય જેટલો હું છું એ નહીં અને એ પર્યાય જાણે એ શેય છે માટે જાણે છે એમેય નહીં અને એ પર્યાય પોતાથી સ્વતંત્ર અંશે જાણે છે એટલો ય શેય નહીં, હું તો ત્રિકાળ જ્ઞાયકમાત્ર જીવ છું, તે શેય છું આહાહા ! સમજાણું કાંઈ ? આમાં પુનરુક્તિ લાગે નહીં હોં (શ્રોતા: પુનરુક્તિ તો કરવા જેવી છે..!) આહાહા ! લ્યો ઈ શ્લોક થ્યો બસો એકોતેર.
* * * * *
પ્રવચન નં. - પ કળશ - ૨૭૧ તા. ૫-૧૨-૭૪
(શાલિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। શેયો શેયજ્ઞાનવત્નોત્તવાન જ્ઞાનશેયજ્ઞાતૃમસ્તુમાત્રાળા (૮-૨૭૧)
“ભાવાર્થ આમ છે કે શેય જ્ઞાયકસંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે” ઝીણો વિષય છે! કોઈ કહે કે ય પર છે ને હું જાણનાર છું, એમેય નથી. આહાહા ! પરનો હું કર્તા તો નથી, પરથી મારામાં કાંઈ થાતું તો નથી. પણ હું પરનો જાણનાર છું. અને હું જાણનાર ને પર જણાય એ પણ ભેદ છે વસ્તુમાં વિકલ્પ ઉઠે છે એવી વસ્તુ એ નથી. આહાહા! સમજાણું કાંઈ ? ભ્રાંતિ ? યજ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક છે, ભગવાન આત્મા જાણનાર છે ને “પુદગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો (શેય છે) ભગવાને દેખ્યા છે અનંત આત્માઓ, અનંત રજકણો, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ (કાય) એક અધર્માસ્તિ (કાય), આકાશ એ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com